અમેરિકામાં ૩૬૨ કિલોગ્રામ લીંબુ સાથે ચોરની ધરપકડ

0
71

વોશિંગ્ટન,તા.૨૮
દુનિયામાં ચોરોની અજબ-ગજબ ચોરીની વાતો સાંભળવા મળતી હોય છે. તાજેતરમાં અમેરિકાનો જ એક શખ્સ ૩૬૨ કિલોગ્રામ લીંબુ ચોરીને ભાગી રહ્યો હતો. ૬૯ વર્ષના આ વૃદ્ધને પોલીસે કાર સહિત પકડી લીધો તેમાં તેણે તમામ લીંબુ ચોરીને ભેગા કર્યા હતા. મજાની વાત એ પણ હતી કે ચોરેલા લીંબુ તાજા હતા.
જ્યારે ટ્રાફિક પોલીસે ફિયર્રોસ નામની વ્યક્તિને રેડ લાઇટ પર રોકયો. ત્યાં તેની કારની તપાસ કરવામાં આવી તો કારમાં ચોરેલા લીંબુનો ઢગલો મળ્યો. પોલીસને હાલ તેની ખબર પડી શકે નથી કે લીંબુ કેમ ચોરવામાં આવતા હતા. જા કે આ ઘટના સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર ચોક્કસ જાકસ બની રહ્યાં છે.
આ વિસ્તારના ખેતરોમાંથી સતત ફળ-શકભાજીની ચોરી બાદ પોલીસ એલર્ટ થઇ હતી. આ ક્રમમાં લીંબુ ચોરનાર આ વ્યક્તિ સુધી પોલીસ પહોંચી શકી. હાલ આરોપીને ઇન્ડિયો જેલમાં ચોરીના આરોપમાં મોકલી દેવાયો છે. આની પહેલાં પણ ફળ અને શાકભાજી ચોરયાના આવા કેટલાંય કિસ્સા સામે આવી ચૂકયા છે.
સ્પેનમાં આ વર્ષે પોલીસે એક કારમાં ચોરેલા ૪૦૦૦ કિલોગ્રામના સંતરા જપ્ત કર્યા હતા. જા કે ચોરીના આ કેસમાં પકડાયા બાદ ડ્રાઇવરે દાવો કર્યો હતો કે તે ખૂબ દૂરથી આવ્યો રહ્યો છે અને તેણે સંતરા કેટલીય જગ્યાએથી ખરીદીને એકત્ર કર્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY