સુરત, તા.૨૨
વહીવટમાં પારદર્શિતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઅો સંલગ્ïન વિભાગો દ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે હેતુસર તા.૨૦-૧૦-૨૦૧૮ના રોજ સવારે ૯.૦૦ થી ૫.૦૦ કલાક દરમિયાન સિંગણપોર મલ્ટીપર્પઝ કોમ્યુનિટી હોલ, ક્રિષ્ણનગર, સિંગણપોર, કતારગામ, સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં આવકાર પ્રવચન કરતા મ્યુ. સદસ્ય સોનુબેન આંબલીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોની લાગણી અને માંગણીને મન આપી છેવાડાના માનવીને સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઅોનો લાભ સરળ રીતે મેળવે તે માટે સેવાસેતુ કાર્યક્રમ ખૂબ જ લાભદાયી કાર્યક્રમ નીવડ્યો છે.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્ïબોધન કરવા કતારગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા જણાવ્યું હતું કે સેવાસેતુ એટલે સરકાર અને લોકો વચ્ચે જાડનાર એક બ્રીજ છે. હાલના સમયમાં લોકોને પોતાના સરકારી કાર્યો માટે અલગ અલગ જગ્યાએ જવુંï ન પડે અને વધારે મુશ્કેલીઅો ન પડે અને તમામ યોજનાઅો લાભ એક જ સ્થળે સરળ રીતે પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા કક્ષાએ આયોજિત ચાર તબક્કામાં કુલ ૫૩ સેવાસેતુ કાર્યક્રમમાં ૧ લાખ અને ૧૬ હજારથી વધુ લોકોએ સરકારી યોજનાઅોનો લાભ લીધો છે. આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સમિતિના અધ્યક્ષો વિવિધ વોર્ડના મ્યુ. સદસ્યો તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઅોએ ઉપસ્થિત રહી લાભાર્થીઅોને પ્રોત્સાહિત કર્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



