રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કરતાં ભાજપાએ પલટવાર કર્યો
ન્યુ દિલ્હી,તા.૨૩
રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘બંધારણ બચાવો’ અભિયાનની શરૂઆત થઇ, આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. ત્યારે ભાજપે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારના પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, ”લોકતંત્ર અને વશંવાદની લડાઇ છે. ભાજપે લોકતંત્રને આગળ વધારવા માટે કામ કર્યુ છે.” સંબિત પાત્રાએ કહ્યુ કે, ”કોંગ્રેસ પાર્ટીને સેના પર ભરોસો નથી.”
ભાજપના પ્રવક્તાએ તે સમયે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂ અને ઇન્દિરા ગાંધી પર પણ નિશાનો સાધ્યો. સંબિત પાત્રાએ કહ્યુ કે, ”નહેરૂએ પ્રધાનમંત્રી બનવા માટે દેશનું વિભાજન કર્યુ જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગૂ કરી. સંબિત પાત્રાએ કહ્યુ કે, રાજીવ ગાંધીના ૮૪માં થયેલા તોફાનોને લઇને નિવદેન તમામ લોકોને યાદ છે. કોંગ્રેસ પાર્ટી દેશમાં સત્તા મેળવવા માટે ૩૦૦૦ શિખોની હત્યા કરાવી હતી.”
સંબિત પાત્રાએ આગળ કÌš કે, ”કોંગ્રેસ પાર્ટીને સુપ્રીમ કોર્ટ, ઁર્સ્ં,ચૂંટણી આયોગ, આધાર કાર્ડ, ઇમ્ૈં અને રાષ્ટપતિ પર વિશ્વાસ નથી. ” સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું કે,”વ્યક્તિ ખુદ ૧૫ પંક્તિ નથી લખી શકતાં તો તેઓ આજે એવું કહી રહ્યાં છે કે,”તેઓને ૧૫ મિનીટ બોલવા નથી દેવાઇ રહ્યાં. જે વ્યક્તિ મોબાઇલમાં દેખ્યા વગર એક મિનીટ પણ ના બોલી શકે તો તેઓ ૧૫ મિનીટ સુધી શું બોલી શકશે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





