રાહુલ ગાંધીના પ્રહાર પર અમિત શાહનો પલટવાર
ન્યુ દિલ્હી,તા.૨૩
કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ સામ-સામે આવી ગયાં છે. રાહુલ ગાંધીએ “સંવિધાન બચાવો અભિયાન”ની શરૂઆત કરી છે તેમજ ભાજપ અને ઇજીજી પર જારદાર પ્રહાર કર્યાં હતાં. જેનાં જવાબમાં ભાજપનાં અમિત શાહે ટિવટ કરીને જવાબ આપ્યો છે.
અમિત શાહે વધુમાં ઉમેર્યું કે,”કોંગ્રેસ સંવિધાનિક સંસ્થાઓ પર હુમલા કરી રહી છે. અમારી સંસ્થાઓ જેનું અસ્તિતત્વ સંવિધાનનાં કારણે છે. તેને કોંગ્રેસનાં વિનાશક રાજકારણથી બચાવવું પડશે. કોંગ્રેસે કોઈ સંસ્થાને છોડી નથી, જેમાં ચૂંટણીપંચ, સુપ્રીમ કોર્ટ અને આર્મીને પણ પોતાનાં રાજકારણ માટે ઉપયોગ કર્યો છે.
અમિત શાહે ફેસબુક પર લખ્યું કે, સંવિધાનને સૌથી વધારે કોઈએ નુકસાન પહોંચાડયું હોય તો તે કોંગ્રેસ છે. ગાંઘી પરિવારને સંવિધાનમાં રસ નથી તેમને માત્ર તેમનાં પરિવારની જ ચિંતા છે. આમ રાહુલ ગાંધીએ કરેલાં ભાજપ સામેનાં પ્રહારનો અમિત શાહે આ રીતે જવાબ આપ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"