પાટણ,તા.૧૪
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રામભરોસે વહીવટી તંત્રની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. યુનિવર્સિટીએ ટપાલના કવરની ખરીદી ન કરતાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજાના અંદાજે ૨૮ હજાર સ્ટુડન્ટને ડિગ્રી સર્ટિફિકેટ મળ્યા નથી. જેને પગલે સ્ટુડન્ટ્સમાં રોષ જાવા મળી રહ્યો છે.
શૈક્ષિણક વર્ષ ૨૦૧૭-૧૮ના વિદ્યાર્થીઓની ડિગ્રી છપાઈને યુનિવર્સિટીમાં છેલ્લા પંદરેક દિવસથી રઝળી રહી છે. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં સદંત્તર નિષ્ફળ રહ્યું છે. જ્યારે સમગ્ર મામલો કવર ખરીદીનો છે. યુનિવર્સિટીએ ટપાલના કવર ન ખરીદતા નથી. જેટલા હતા તે તમામ વપરાઈ ગયા છે. પરીક્ષા વિભાગે યુનિવર્સિટીના સ્ટોર વિભાગ પાસે નવા કવર માંગ્યા છતાં પંદર દિવસ વીતવા છતાં કવર ખરીદાયા નથી.
૨૧ એપ્રિલથી પરીક્ષા વિભાગ કવરની માગ કરી રહ્યું છે. તેમછતાં સ્ટોર વિભાગ હજુ સુધી કવરની ખરીદી કરી શક્યું નથી. તેવી સ્થિતિમાં કવરની ખરીદી ન થવાને પગલે સ્ટુડન્ટના હાથમાં ડિગ્રી સર્ટી ક્યારે પહોંચશે તે મોટો સવાલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




