મોડાસા,તા.૧૭
મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના યુવાનના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો. જો કે આ વરઘોડાને ગંભીરતાથી લઈને આઈબીએ રિપોર્ટ કર્યો હતો. સરકારમાં તેની ગંભીરતા રજૂ કરી હતી. છતાં પોલીસ ઢીલી નીતિ અપનાઈ હતી. જેને પગલે ખંભીસરમાં શિડ્યૂઅલ કાસ્ટ (એસસી) સમાજના લગ્નના વરઘોડો પર હુમલાનો બનાવ બન્યો હતો.
અનુસૂચિત જાતિના વરઘોડાને લઈને રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. ખંભીસર અને આસપાસના સમાજના લોકોએ વરઘોડો ન કાઢવા દેવા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે ગુનો નોંધવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જિલ્લા પોલીસ વડાને તપાસના આદેશ આપ્યા હતા.
ખંભીસરમાં અનુસૂચિત જાતિના લોકો વરઘોડો કાઢવા સામે ગામના અન્ય જ્ઞાતિના લોકોએ હોમહવન કર્યા હતા. છતાં પોલીસ પ્રોટેક્શનમાં નીકળતા તેના પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ૧૦થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



