ન્યુ દિલ્હી,તા.૨૮
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદદ લાલ ખુરાનાનું શનિવારા રાત્રે તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. તેમની ઉંમર ૮૨ વર્ષ હતી. તેમના પુત્ર હરિશ ખુરાનાએ જણાવ્યું હતું કે, તેમણે કિર્તી નગર ખાતે આવેલા નિવાસસ્થાને શનિવારે રાત્રે ૧૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા છોડા દિવસથી છાતિના ઇન્ફેક્શન અને તાવથી પીડાઈ રહ્યા હતા.
મદદ લાલ ખુરાના વર્ષ ૧૯૯૩થી ૧૯૯૬ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યકર રહ્યા હતા. તેઓ ચાર વખત સંસદ સભ્ય પણ રહી ચુક્્યા છે. અટલ બિહાર વાજપાયી સરકારમાં તેઓ સંસદીય બાબતો તેમજ પ્રવાસન મંત્રી પણ રહી ચુક્્યા છે. ૨૦૦૪માં તેઓ રાજસ્થાનના ગવર્નર પદે પણ રહી ચુક્્યા છે.
પીએમ મોદી, બીજેપી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓએ મદદ લાલ ખુરાનાના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી.
પીએમ મોદીએ ટ્વટિ કરતા લખ્યું છે કે,દિલ્હીમાં જે રીતે મદદ લાલ ખુરાનાએ બીજેપીને મજબૂત બનાવી હતી તે બદલ તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકોને મારી સહાનુભૂતિ પાઠવું છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




