રિઝર્વ બેન્કે kyc માટે આધારને બનાવ્યું ચાવીરૂપ

0
79

નવી દિલ્હી, તા.૨૧
ફાઇનાન્સ કંપની અને બેંકો દ્વારા આધારને ચાવીરૂપ બનાવવામાં આવતાં રિઝર્વ બેંક આૅફ ઇન્ડિયાએ પોતાની ‘know your customer'(kyc) ગાઇડલાઇનમાં સુધારો કર્યો છે. ઉપરાંત લોનધારકો દ્વારા આપવામાં આવેલા એડ્રેસ અને ઓળખના અન્ય પ્રૂફનો વિવિધ વિભાગો દ્વારા થતા ઉપયોગને પણ અટકાવ્યો છે, પરંતુ કહ્યું કે આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટના ફાઇનલ જજમેન્ટ બાદ જ નવા ધોરણો નક્કી કરાશે. રિઝર્વ બેંકે રજૂ કરલા પોતાના પરિપત્રમાં કહ્યું કે, સરકારે જૂન ૨૦૧૭માં પરિપત્ર બહાર પાડી મની લાન્ડરિંગ અટકાવતા કાયદામાં સુધારો કર્યો હોવાથી નોર્મ્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જો કે, નવી ગાઇડલાઇન ક્યારથી કાર્યરત કરાશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી થઇ. ગત મહિને સુપ્રીમ કોર્ટે યૂનિક આઇડેન્ટિફિકેશન નંબરની વેલિડિટી પર ચુકાદો ન આવે ત્યાં સુધી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ૩૧ માર્ચ સુધીમાં આધાર લિંકિંગની સમયમર્યાદા હટાવી દીધી હતી. ગવર્નમેન્ટ સ્કીમ્સ ઉપરાંત ટેલિકોમ સર્વિસ અને બેંક અકાઉન્ટ માટે આધાર લિંકિંગની ડેડલાઇન હટાવવામાં આવી હતી. પરિપત્રમાં કહેવામાં આવ્યું કે kycનો મુખ્ય હેતુ જ એ છે કે, ઇનકમ ટેક્સના કાયદામાં વ્યાખ્યાયિત કર્યા મુજબ દરેક RBI નિયમનવાળા એકમો આધાર, પાન કે ફોર્મ નંબર ૬૦ મેળવે. તમામ શહેરીજનો આધાર માટે લાયક છે ત્યારે આ નિયમ બધા ભારતીયોને લાગુ પડશે.જો કે જમ્મુ અને કાશ્મીર, આસામ અને મેઘાલયના નાગરિકોને આધારમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે નવા પરિપત્રમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ અગાઉની ડાયરેક્શનમાં સુધારો કરવામાં આવ્યો તેને ધ્યાનમાં લઇ કસ્ટમર ડ્‌યૂ ડિજિલન્સ સાથે બેંકો કઇ રીતે કામ કરશે તે હજુ સ્પષ્ટ નથી થયું. રાજ્ય સરકાર દ્વારા ઇસ્યૂ કરેલ મેરેજ સર્ટિફિકેટ, પરિપત્ર, કોઇ વ્યક્તિના જૂના એડ્રેસ કે આઇડેન્ટિટી પ્રૂફમાં નામ સુધારો દર્શાવતું આૅફિશિયલ વેલિડ ડોક્યમેન્ટ વગેરેને નવા નોર્મ્સમાં ઉમેરવામા નથી આવ્યાં.
એનો મતલબ કે આધાર માત્ર kycના ઉદ્દેશ્ય માટે જ ઓળખની સાબિતી રહેશે. ઉપરાંત રિલેટિવ્સ હવે ડિક્લેર નહીં કરે શકે કે જે-તે અકાઉન્ટ હોલ્ડર તેમની સાથે રહે છે. અત્યાર સુધી બેંકો દ્વારા લા રિસ્ક વાળા કસ્ટમર્સને બાકી ડિજિલન્સ પ્રોસેસ કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવતો હતો, જો કે હવે આમા પણ બદલાવ આવ્યો છે. જો કે અસ્તિત્વમાં હોય તેવા ગ્રાહકોને વધારાના અકાઉન્ટ માટે ફરીથી kyc પ્રોસેસ કરવાની જરૂર નહીં રહે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY