લોહીથી લખ્યું ગો બેક મોદી,૫૦૦થી વધુ આદિવાસી નેતાઓની અટકાયત

0
10

કેવડિયા,તા.૩૧
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને આદિવાસી લોકોને થયેલા અન્યાયના વિરોધમાં આજે બંધનું એલાન આપ્યું છે. આજે આદિવાસીઓએ સ્વેચ્છિક બંધ પાળ્યું છે. પોલીસ દ્વારા આજે રાજ્યભરમાં ૫૦૦ જેટલા આદિવાસી નેતાઓની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત રાજપીપળા ખાતે આદિવાસી આગેવાનોએ બ્લેક બલૂન આકાશમાં ઉડાવીને લોહીથી ‘મોદી ગો બેક’ના સૂત્રો લખ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા પહોંચ્યા છે, ત્યારે આદિવાસીઓના હક્કોને લઇને આદિવાસીઓએ અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી પંથકમાં બંધનું એલાન આપ્યું છે. રાજપીપળા ખાતે આદિવાસી આગેવાનોએ બ્લેક બલૂન આકાશમાં ઉડાવીને લોહીથી ‘મોદી ગો બેક’ના સૂત્રો લખ્યા હતા.રાજ્યભરમાં ૩૦૦ જેટલા આદિવાસી નેતાઓની અટકાયત કરી હોવાની માહિતી મળી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY