માલદીવ પર ભારતની કુટનીતિ અને રાજકીય પકડ મજબૂત બની
માલે,તા.૨૦
માલદીવે ચીનના મનસુબા પર પાણી ફેરવતા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને રદ કરવાની જાહેરાત કરી છે. ભારતના પડોશી દેશો સાથે સંબંધો વધારીને તાબે કરવાના ચીનના ષડયંત્રને પારખતાં માલદીવની નવી સરકારે તેની સાથેના કરારને રદ કરશે. તાજેતરમાં જ માલદીવમાં નવી સરકારની રચના થઇ હતી, જેમાં પીએમ મોદીએ માલદીવના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલીહના શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.
નવી સરકારની આ જાહેરાત સાથે પીએમ મોદીની કુટનીતિ સફળ નીવડી હોવાનું માનવામાં આવે છે અને રમણીય દેશ માલદીવમાં ભારતની પકડ મજબૂત બનતી જણાય છે. પોતાની સત્તાવાર જાહેરાત દરમિયાન માલદીવ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મોહમદ નશીદે જણાવ્યું કે, ચીન અને માલદીવના વેપારી સંબંધો સંતુલિત નથી, આથી ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વિચાર કરવો દેશ માટે યોગ્ય નથી. તેમણે આ કરારને વન-વે કરાર ગણાવ્યો હતો, કારણ કે તેમના મુજબ ચીન તેમની પાસેથી કોઇ પણ પ્રકારની ખરીદી નથી કરી રહ્યું.
નવા રાષ્ટ્રપતિ સોલીહ મુજબ પાછળની સરકારે દેશના ખજાનાનો વિનાશ કર્યો હતો,
આભાર – નિહારીકા રવિયા ચીન પાસેથી આર્થિક મદદ મેળવીને દેશને મોટા સંકટમાં નાખ્યો છે. જેના પરિણામે માલદીવ આર્થિક સંકટો સામે ઝઝૂમી રહ્યું છે. આ પહેલાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ યામીને ગત વર્ષે ચીનની યાત્રા દરમિયાન તેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો હતો. જેનો ભારે વિરોધ થયો હોવા છતાં યામીન સરકારે સંસદમાં પાસ કરાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




