મોદી સરકારને ફટકોઃ ફિચે ભારતના જીડીપી દરનું અનુમાન ઘટાડી ૭.૨ ટકા કર્યું

0
7

મોદી સરકારની આર્થિક નીતિઓ સામે પણ સવાલ ઉભા કર્યા
ન્યૂયોર્ક,તા.૬
હાલના નાણાકીય વર્ષ ૨૦૧૮ ૧૯ માટે ગ્લોબલ રેટિંગ એજન્સી ફિેચે ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન ૭.૪ ટકાથી ઘટાડીને ૭.૨ ટકા કર્યુ છે.
આર્થિક મોરચા પર ફિચે મોદી સરકારને ઝાટકો આપ્યો છે.સાથે સાથે મોદી સરકારની આર્થિક નીતિઓ પર પણ સવાલ ઉભા કર્યા છે.એજન્સીનુ કહેવુ છે કે ભારતની જીડીપીના આંકડા આશા પ્રમાણે નહી રહે.બજારમાં રોકડની તંગીને ધ્યાનમાં રાખીને અનુમાન ઘટાડવામાં આવ્યુ છે.
જ્યારે ફિચે આગાહી કરી છે કે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર ૭ ટકા અને ૨૦૨૦ ૨૧માં ૭.૧ ટકા કહેશે.આ પહેલા ૨૦૧૯-૨૦ માટે એજન્સીએ વિકાસ દર ૭.૫ ટકા રહેશે તેવુ અનુમાન કર્યુ છે.
ફિચે એવી પણ આગાહી કરી છે કે ૨૦૧૯ના વર્ષના અંત સુધીમાં ડોલરની સરખામણીએ રુપિયો ગગડીને ૭૫ સુધી પહોચી શકે છે. ફિચે કહ્યું છે કે ભારતનુ બેન્કિંગ સેક્ટર હજી પણ એનપીએની સમસ્યા સામે ઝઝુમી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY