‘કેજીએફ’: જોરદાર ડાયલોગબાજી અને એક્શનથી ભરપુર બીજું ટ્રેલર રિલીઝ

0
30

મુંબઈ,તા.૬
સાઉથ એક્ટર યશની આગામી ફિલ્મ ‘કેજીએફ’ માટે મૂવીલવર્સમાં ખૂબ જ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ ફિલ્મનું પહેલું ટ્રેલર મેકર્સે થોડા દિવસ પહેલાં જ રિલીઝ કર્યું હતું. જેને ખૂબ પસંદ કરાયું હતું. હવે એના બીજા ટ્રેલરને રિલીઝ કરાયું છે. જેમાં લીડ એક્ટર યશ જારદાર ડાયલોગબાજી અને દમદાર એક્શન કરતો જાવા મળે છે.
આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો એમાં એક એવા બાળકની સ્ટોરી છે કે જે મુંબઈના રસ્તાઓ પર મોટો થયો છે. ટ્રેલરની શરૂઆતમાં આ બાળકની મધર તેને કહે છે કે, ‘તું કૈસે જીએગા મુજે નહીં પતા, લેકિન જબ મોત આએ તો તુમ દુનિયા કા સબસે તાકાતવર ઔર અમીર બનકર મરેગા. આ ડાયલોગથી ખ્યાલ આવે છે કે, ગરીબ અને અમીર વચ્ચે થનારા યુદ્ધની આ ફિલ્મમાં સ્ટોરી છે. આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે રિલીઝ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY