મિર્ઝાપુર,તા.૧૫
લોકસભા ચૂંટણી પહેલાં પૂર્વાંચલની મુલાકાતે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં દેખાયા. મિર્ઝાપુરમાં તેઓએ બાણસાગર નહેર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. તેઓએ ૧૦૮ જનઔષધિ કેન્દ્ર અને મેડિકલ કોલેજનું શિલાન્યાસ પણ કર્યું.
યુપીના ખેડૂત મિર્ઝાપુર જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કાંગ્રેસના નામ માટે આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યુ કે કેટલાંક ખેડૂતોના નામે મગરમચ્છના આંસુ વહાવે છે પરંતુ તેના હિત માટે કંઇ કર્યું નહીં. વડાપ્રધાને કહ્યુ કે ૪૦ વર્ષથી બાણસાગર સિંચાઇ પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો હતો પરંતુ પાછલી સરકારોએ તેને પૂરો કરવા માટે કોઇ પ્રયાસ કર્યો નથી. એટલું જ નહીં ખેડૂતોને તેમની પ્રોડક્ટનું યોગ્ય મૂલ્ય મળે, તેના માટે પણ એનડીએ સરકારે એમએસપીને દોઢ ગણી કરી છે.
ભોજપુરીમાં પોતાના ભાષણની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહ્યુ કે આ આખો ક્ષેત્ર દિવ્ય અને અલૌકિક છે. વિંધ્ય પર્વત અને ભાગીરથની વચ્ચે આ ક્ષેત્ર સદીઓથી અપાર સંભવાનાઓથી ભરેલું રહ્યુ છે. અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અહીં આવ્યા હતા અને માતા વિંધ્યવાસિની અંગે જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વડાપ્રધાને કહ્યુ કે પૂર્વાંચલના લોકો માટે ખેતી અગત્યનો હિસ્સો છે. બાણસાગર પ્રોજેક્ટથી આ વિસ્તારના દોઢ લાખ હેકટર જમીનમાં સિંચાઇ થઇ શકશે.
એક તરફ વડાપ્રધાને અનેક યોજનાઓ શરુ કરી તો બીજી તરફ વડાપ્રધાન મહાગઠબંધન ઉપર પ્રહાર કરવાનું ચુક્્યા નહીં. સપા-બસપા ગઠબંધન પર કટાક્ષ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ‘એક સમયે જેઓ એક-બીજાને જાવા પણ તૈયાર નહતા તેઓ આજે અસ્તિત્વ બચાવવા ગળે મળી રહ્યાં છે’.
જે લોકો જામીન પર છુટ્યા છે, તેવા પરિવારના લોકો જનતાના વિકાસને રોકવા પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં પીએમ મોદીએ કÌšં કે, જે દિવસે ગરીબ, ખેડૂત, પછાત વર્ગ મજબૂત બનશે તે દિવસે આ લોકોની રાજકારણની દુકાનો હંમેશ માટે બંધ થઈ જશે. તમામ પરિવારવાદી પાર્ટીઓ સાથે મળીને જનતાના વિકાસને રોકવા પ્રયાસ કરી રહી છે. માત્ર બાણગંગાનો જ મામલો નથી. દેશના દરેક રાજ્યમાં આવી અનેક યોજનાઓએ અટકેલી, ભટકેલી અને લટકેલી પડી છે.
તેમણે કÌšં કે આ પ્રોજેક્ટનો ડ્રાફ્ટ ૪૦ વર્ષ પહેલાં ખેંચાયો હતો પરંતુ તેના પર કામ શરૂ થતા-થતા ૨૦ વર્ષ પસાર થઇ ગયા. ત્યારબાદના વર્ષોમાં કેટલીય સરકારો આવી પરંતુ આ પ્રોજેક્ટ પૂરો થયો નહીં. ૨૦૧૪ની સાલમાં જ્યારે અમારી સરકાર આવી તો લટકેલા પ્રોજેક્ટમાં તેનું નામ પણ હતું. ત્યારબાદ બાણસાગર પ્રોજેક્ટને પૂરો કરવા માટે તમામ ઉર્જા લગાવી દીધી. યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ છેલ્લાં સવા વર્ષમાં જે ગતિથી આ પ્રોજેક્ટને આગળ વધારાયો તેના ફળસ્વરૂપ આ પ્રોજેક્ટ પૂરો થઇ ગયો.
વડાપ્રધાને કહ્યુ કે પાછલી સરકારોએ યોજનાઓને પૂરી કરવા પર ધ્યાન આપ્યું નથી. તેમણે કહ્યુ કે જે લોકો આજકાલ ખેડૂતો માટે મગરમચ્છના આંસુ વહાવે છે, તેમને તમારે પૂછવું જાઇએ કે આખરે કેમ તેમને તેમના શાસનકાળમાં દેશભરમાં ફેલાય આ પ્રકારની અધૂરા સિંચાઇ પ્રોજેક્ટ દેખાયા નહીં. કેમ આવા કામોને અધૂરા જ છોડી દીધા? બાણ સાગર પ્રોજેક્ટ તેની અપૂર્ણ વિચારસરણી, સીમિત ઇચ્છાશÂક્તનું પણ ઉદાહરણ છે જેની એક મોટી કિંમત તમારે બધાને ચૂકવવી પડી છે. દેશને પણ આર્થિક નુક્સાની સહન કરવી પડી છે. લગભગ ૩૦૦ કરોડના બજેટથી શરૂ થયેલ આ પ્રોજેક્ટ લગભગ ૩૫૦૦ કરોડ રૂપિયા લાગ્યા બાદ પૂરો થયો છે.
પીએમ મોદીએ કહ્યુ કે અમે ટેકાના ભાવ દોઢ ગણા કરવાનું વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે. તેમણે કહ્યુ કે ટેકાના ભાવ વધતા ખેડૂતોને ખૂબ લાભ થશે. અમારી સરકાર ખેડૂતોની મુશ્કેલીઓને દૂર કરવા માટે કામ કરી રહી છે. મિર્ઝાપુરની મેડિકલ કોલેજના બનાવા પર આસપાસના જિલ્લાઓના લોકોને ફાયદો થશે. તેમણે કહ્યુ કે બે વર્ષમાં ૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળે છે. તેમાં કેન્દ્રની યોજનાઓની અસર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





