ઈઝરાયેલમાં લાલ વાછરડાનો જન્મ થતાં દુનિયાના ગમે તે ઘડીએ અંત આવશે!!

0
45

જેરુસલેમ,તા.૧૩
દુનિયાના અંતની કેટલીય ભવિષ્યવાણીઓ સામે આવી ચૂકી છે. હવે એક વાછરડાના જન્મને લઇ દુનિયાના અંતનો દાવો કરાઇ રહ્યો છે. ઇઝરાયલમાં ટૂંક સમયમાં જ દુનિયાના અંતનો સંકેત કરનાર રહસ્યમયી લાલ વાછરડાના જન્મની ચર્ચા થવા લાગી છે. કહેવાય છે કે ૨૦૦૦ વર્ષમાં પહેલી વખત ઇઝરાયલમાં લાલ વાછરડાંનો જન્મ થયો છે. લાલ વાછરડાના સમાચાર સોશિયલ મીડિયા પર જબ્બર વાયરલ થઇ રહ્યાં છે, તેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
લોકોમાં એ આશંકા ઉભી થઇ છે કે દુશ્મન દેશોની સેનાઓ પરસ્પર એક-બીજાની વિરૂદ્ધ બાથ ભીડવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં જ દુનિયા ખત્મ થઇ જસે. ઇસાઇ અને યહુદી બંનેના ધર્મ ગ્રંથોના મતે લાલ વાછરડાનો જન્મ દુનિયાના સર્વનાશનો સંકેત છે. જો કે યેરૂસલમ સ્થિત ટેમ્પલ ઇન્સ્ટિટ્યુટની તરફથી કહેવામાં આવ્યું છે કે નવજાત વાછરડાનું પરીક્ષણ કરી રહ્યાં છે.
પરીક્ષણ બાદ નિષ્ણાતો કહેશે કે વાછરડું સંપૂણપણે લાલ છે કે નહીં. કહેવાય છેકે કોઇ દેવદૂતે કહ્યું હતું કે પહેલી લાલ ગાયનો જન્મ થતાં જ દુનિયાનો સર્વનાશ થઇ જશે. વાછરડાના જન્મની વાત ખુદ ટેમ્પલ ઇન્સ્ટિટ્યુટે યુટ્યુબ પર કરી છે અને એ પણ કહ્યું છે કે વાછરડાંનું પરીક્ષણ ચાલુ છે.
ઇસાઇ અને યહુદીઓમાં દુનિયાના અંત સાથે જાડાયેલી ભવિષ્યવાણીઓમાં લાલ ગાય સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. બાઇબલમાં કહ્યું છે કે ધરતી પર પૂર્ણ સ્વરૂપે લાલ વાછરડાનો જન્મ લેવાનો મતલબ છે કે યહુદીના મસિહાએ જન્મ લઇ લીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY