વડાપ્રધાન મોદી ત્રણ દિવસમાં બે વાર ગુજરાતના મહેમાન બનશે

0
10

અમદાવાદ,તા.૨૪
પીએમ નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બર અને ૨ ઓક્ટોબર એમ બે દિવસ ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં ૩૦ સપ્ટેમ્બરે રાજકોટ, આણંદ અને કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, જ્યારે ૨ ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિના દિવસે પોરબંદર ખાતે ઉજવણીના કાર્યક્રમનો શુભારંભ કરાવશે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પીએમ મોદી ત્રણ દિવસમાં બેવાર ગુજરાતના પ્રવાસે આવશે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
૩૦ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે આણંદ નજીક મોગર ખાતે અમૂલ દ્વારા બનાવવામાં આવેલા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે. જ્યારે આ જ દિવસે તેઓ રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ૨૬ કરોડના ખર્ચે ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY