અમદાવાદ,તા.૨૪
પાટીદાર અનામતનું ભૂત ફરી ધૂણ્યું છે. એસપીજીએ સરકારને આપેલું અલ્ટિમેટમ હવે પુરૂ થવા આવ્યું છે. એસપીજીના લાલજી પટેલ પણ પાટીદારોને અનામત અપાવવા માટે મેદાને આવ્યા છે. હવે હાર્દિક પટેલ ફરી સક્રિય થયો છે. હાર્દિક પટેલનું આંદોલન યથાવત રહ્યુ છે. ગાંધી જયંતિથી હાર્દિકની પાસ સમગ્ર ગુજરાતમાં ફરી પ્રતિક ઉપવાસ પર ઉતરે તેવી સંભાવના છે.
૨ઓક્ટોબરે મોરબીના બગથળા ગામે હાર્દિક પ્રતીક ઉપવાસ કરશે. હાર્દિક પોતાની ત્રણ જૂની માગ સાથે ફરી આંદોલન કરે તેવી સંભાવના છે. હાર્દિકે પાટીદાર સમાજને અનામત, ખેડૂતોને દેવાં માફી અને અલ્પેશ કથિરિયાના જામીનને લઇને ઉપવાસ શરૂ કર્યા હતા. આ ત્રણમાથી એક પણ માગ સરકારે સ્વીકારી નથી. હવે આ મામલે ફરી ઉપવાસ શરૂ થાય તેવી સંભાવના છે.
હાર્દિકની ઉપવાસ સમયે તબિયત બગડી હતી. તબિબોના રિપોર્ટ છતાં હાર્દિકે બેંગ્લોરમાં સારવાર કરવા જવાનો નિર્ણય લીધો હતો. અહીં દેશના અગ્રણી લોકો સારવાર માટે જાય છે. જિન્દલનું બેંગ્લોરમાં કુદરતી નેચરોથેરપીથી સારવારનું અદભૂત કેર ઇન્સ્ટિટ્યૂટ છે. જ્યાં સારવાર હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે હાર્દિક ફરી સક્રિય થાય તેવી સંભાવના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



