ન્યુ દિલ્હી,તા.૨૪
રાફેલ ડીલ કથિત કૌભાંડમાં મોદી સરકારની ફરિયાદને લઈને કોંગ્રેસે સેંન્ટ્રલ વિજિલંસ કમિશન (ઝ્રફઝ્ર)નો દરવાજા ખખડાવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ ઝ્રફઝ્રને મળે આ મામલે એફઆઈઆર નોંધી સ્વતંત્ર તપાસ કરાવવાની માંગણી કરી છે. ઝ્રફઝ્રને મળીને પરત ફર્યા બાદ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ કહ્યું છે કે, આ આખી ડીલ જ વડાપ્રધાને કરી હતી. ૧૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ વડાપ્રધાન અને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલંદે આ મામલે નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ વાતચીત કરતા કહ્યું હતું કે, રાફેલ ડીલના તમામ દસ્તાવેજા જપ્ત કરવામાં આવે. ઝ્રફઝ્ર તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવે. ઝ્રફઝ્રની જવાબદારી છે કે, જે રીતે સરકારમાં આટલુ મોટું કૌભાંડ થયું છે, માટે ઝ્રફઝ્રએ તુરંત જ કાર્યવાહી હાથ ધરવી જાઈએ. આનંદ શર્મા સાથે રણદીપ સુરજેવાલાએ પણ કહ્યું હતું કે, ફસાયા બાદ ભાજપ નિરાધાર વાતો કરી રહી છે.
અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયંસ ગ્રુપે પોતાનો અને સરકારન્મો બચાવ કરતા કહ્યું હતું કે, તેને કોન્ટ્રાક્ટ અપાવવામાં સરકારની કોઈ જ ભૂમિકા નથી.
આ અગાઉ આનંદ શર્મા અને રણદીપ સુરજીવાલા સહિત અનેક કોંગ્રેસી નેતાઓ ઝ્રફઝ્ર સાથે બેઠક યોજી આ મામલે તપાસની માંગણી ચુક્્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિરોધી પક્ષના નેતાઓએ કેગ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આ ડીલને લઈને ઓડિટ રિપોર્ટ તૈયાર કરે અને સંસરમાં રજુ કરે.
ઓલાંદેના આ નિવેદન બાદ કોંગ્રેસે સરકાર પર રાફેલ મુદ્દે પ્રહારો વધારે તેજ કરી દીધા છે. પેરિસમાં ૧૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ ફ્રાંસ્વા ઓલાંદે સાથે બેઠક યોજ્યા બાદ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ડીલને લઈને ફ્રાંસ સરકારે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે ડેસોલ્ટ એવિએશનને ભારતની કંપની સંપૂર્ણ આઝાદી હતી. તેમાં ભારત કે ફ્રાંસની સરકારની કોઈ જ ભૂમિકા નહોતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



