ભોપાલ,તા.૨૫
ભોપાલમાં કાર્યકર્તા મહાકુંભ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિધાનસભાની ચૂંટણીઓ માટેનું બ્યુગલ ફુંકી દીધું હતું. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જારદાર પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કોંગ્રેસ, રાહુલ ગાંધી પર બેવડા પ્રહારો કર્યા હતાં. શાહે બાંગ્લાદેશી ઘુષણખોરો અને અસમના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝંસ (દ્ગઇઝ્ર)નો મુદ્દો ઉઠાવ્યો.
વડાપ્રધાને કહ્યું હતું કે, ૧૨૫ વર્ષ જુની પાર્ટી કોંગ્રેસ આજે ઝીણી નજરે શોધવી પડે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે દરમિયાન મધ્ય પ્રદેશની ભાજપ સરકારો અને લોકો સાથે અન્યાય જ થયો. અહીં મોદીએ ‘મેરા બૂથ સબસે મજબુત’નો નારો પણ આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ભાજપને હરાવવા માટે કોંગ્રેસ હવે ભારતની બહાર પણ ગઠબંધન શોધી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસ ક્્યાંય શોધી પણ જડતી નતી. કોંગ્રેસને જાવી હોય તો સુક્ષ્મદર્શન યંત્રનો ઉપયોગ કરવો પડે છે. તેમણે કહ્ું કે, જે પક્ષ ૧૨૫ વર્ષ જુનો હોય, જે પાર્ટીના અનેક પૂર્વ રાજ્યપાલો હોય, તો પછી એવું શું થયું? આટલી મોટી પાર્ટીને સુક્ષ્મદર્શન યંત્ર લઈને શોધવા નિકળવું પડે છે. તે દેશમાં ક્્યાંય રહી જ નથી અને આટ આટલા પરાજય બાદ પણ કોંગ્રેસ સુધરવાનું નામ જ નથી લઈ રહી.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પરાજયના ડરથી ગઠબંધન કરવા પર આવી ગઈ છે. સત્તાના નશામાં નાની-નાની પાર્ટીઓને કચડી નાખનારી કોંગ્રેસ આજ એ જ નાના દળોના પગે પડી રહી છે. સવાસો વર્ષ જુની પાર્ટી હવે નાના-નાના રાજકીય પક્ષો પાસે સર્ટિફિકેટ લેવા માટે આમતેમ ભટકી રહી છે. તેની પાછળ તેનો અહંકાર જવાબદાર છે. તેણે ક્્યારેય મધ્ય પ્રદેશનું ભલુ ના ઈચ્છ્યું. યૂપીએના શાસન દરમિયાન ભાજપ શાસિત રાજ્યોના વિકાસમાં વિધ્નો સર્જ્યા. તે સમાજને તોડવાના મુદ્દાઓ અજમાવે છે જ્યારે અમે વિકાસના મુદ્દે જ ચૂંટણી લડીશું. અમારો નારો છે સંગઠનમાં શક્તિ. ચૂંટણી જીતવાનો અમારો મંત્ર પણ સ્પષ્ટ છે. અમે ધનબળ નહીં પણ જનબળ વડે ચૂંટણી લડીશું. અમારો નારો હશે ‘મેરા બુથ, સબસે મજબુત’.
પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી પાસે આજે સમર્પિત લોકો જ નથી. તેમણે કહ્યું કે, ટ્રીપલ તલાક પર કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવી પરંતુ વોટ બેંકની રાજનીતિના કારણે મુસ્લિમ મહિલાઓની ચિંતા કોંગ્રેસે ના કરી. જે પાર્ટીની સર્વેસર્વા જ એક મહિલા છે તેણે જ મુસ્લિમ મહિલાઓની ચર્ચા ના કરી. કોંગ્રેસ પાર્ટી હિંદુસ્તાનમાં ગઠબંધન કરવામાં સફળ નથી થઈ રહી માટે તે ભારતની બહાર ગઠબંધન શોધી રહી છે. સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ પોતાનું સંતુલન ગુમાવી દીધું છે. કોંગ્રેસ હવે દેશ ઉપર એક બોઝ બની ગઈ છે.
મોદી પાકિસ્તાનના મંત્રીઓના એ ટિ્વટના સંદર્ભમાં પોતાની વાત કહી રહ્યાં હતાં જેમાં રાફેલ ડીલમાં થયેલા કથિત ગોટાળાના રાહુલ ગાંધીના આરોપોને ટાંકવામાં આવ્યાં હતાં. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હબે બોઝ બની ગ અઈ છે. આવા લોકોથી દેશને બચાવવો લોકતંત્રમાં જાગરૂક કાર્યકર્તાઓની ફરજ છે. પીએમએ કહ્યું હતું કે, અમે સમાજના દરેક વર્ગોના વિકાસ માટે કામ કરી રહ્યાં છીએ. વોટબેંકની રાજનીતિની ઉધઈથી દેશને મુક્ત કરાવવો એ ભાજપની જવાબદારી છે, જેનાથી દેશને ખુબ જ નુંકશાન થયું છે. વોટબેંકની રાજનીતિએ સમાજના તાણાંવાણાંને નુંકશાન પહોંચાડ્યું છે. ઉચ્ચ અને પછાતનો ભેદ કામ નહીં લાગે. આપણા માટે દળ કરતા દેશ મોટો હોવો જાઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકાસના મુદ્દા પર ચર્ચા કરો. દેશને વિકાસના માર્ગે લઈ જવાનો છે. ટીકા અને વિરોધ પણ વિકાસના મુદ્દે કરો પરંતુ કોંગ્રેસ પાસે એ તાકાત નથી. એમને ફક્ત કાદવ ઉછાળવામાં રસ છે. એ જેટલું કાદવ ઉછાળશે એટલા કમળ ખીલશે. મોદીને વધુમાં કહ્યું કે, કોંગ્રેસ દેશમાં ગઠબંધન કરી શકતી નથી, એટલે વિદેશ સાથે ગઠબંધન કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





