મોદી સરકાર ૩૪૦થી વધુ દવાઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં

0
9

ન્યુ દિલ્હી,તા.૨૬
દર્દીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર મહત્વનું પગલું લેવા જઈ રહી છે અને અયોગ્ય થઈ ગયેલી ૩૪૦થી વધુ દવાઓને પ્રતિબંધિત કરવાની તૈયારી ચાલી રહી છે. સરકારના આ પગલાથી ટોચની દેશની દવા બનાવતી કંપનીઓ જેમ કે, એબટ, મેનકાઈન્ડ, વોકહાર્ટ, સનફાર્મા એલ્કેમ વગેરેને ભારે તકલીફ પડી જશે.
દર્દીઓના અધિકારો માટે કામ કરતા સંગઠનોનો દાવો છે કે, અમારા નિશાન પર ૨૫૦ અબજના મૂલ્યની દવાઓ છે જે આજના સમયમાં તદન અયોગ્ય અને હાનિકારક છે. કેટલીક દવાઓના વધુ પડતા ઉપયોગથી દુનિયાભરમાં એન્ટીબાયોટિક પ્રત્યે પ્રતિરોધની તીવ્રતા પણ વધી રહી છે. લોકો તેનાથી હીટ થઈ રહ્યા છે.
ગઈકાલે દિલ્હીમાં ઔષધિ ટેકનોલોજી સલાહકાર બોર્ડની મળેલી બેઠકમાં નિષ્ણાંતોની પેનલની ભલામણોનો સ્વીકાર કરી લેવાયો હતો અને દર્દીઓની સલામતિ માટે યોગ્ય પગલાની જરિયાત દર્શાવાઈ હતી.
આ નિષ્ણાતોની પેનલે હવે વાંધાજનક શ્રેણીમાં આવી ગયેલી દવાઓની બારીક ચકાસણી કરી હતી અને ૩૪૦થી વધુ દવાઓ બંધ કરવાની ભલામણ કરી હતી.
આગામી સપ્તાહ બાદ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ ૩૪૦થી વધુ દવાઓ બંધ કરવા તરફ સરકાર આગળ વધશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY