આણંદમાં અમૂલના નવા ચાકલેટ પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે વડાપ્રધાન મોદી આજે ગુજરાત આવશે : વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

0
9

રાજકોટમાં ૨૬ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યૂઝિયમનું લોકાર્પણ કરશે
ન્યુ દિલ્હી,તા.૨૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ એક દિવસની આ મુલાકાતમાં રાજકોટ ખાતે ‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ’નું લોકાર્પણ કરશે અને સાથે જ આણંદ ખાતે અમુલ દ્વારા બનાવાયેલા નવા ચોકલેટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ કચ્છ પણ જવાના છે.
રાજકોટના મહાપાલિકા દ્વારા રૂપિયા ૨૬ કરોડના ખર્ચે ‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ’ બનાવવામાં આવ્યું છે. અગાઉ આ આલ્ફ્રેડ હાઈસ્કૂલ હતી, જ્યાં ગાંધીજીએ સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. સરકાર દ્વારા હવે તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવી છે. વડાપ્રધાન સાંજે ૫ વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે. આણંદથી હેલિકોપ્ટર મારફતે ભૂજ પહોંચશે. રાજકોટની બે કલાકની આ મુલાકાત દરમિયાન મોદી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ ચૌધરી હાઈસ્કૂલ ખાતે વિશાળ જનમેદનીને પણ સંબોધશે.
અમુલ ડેરી દ્વારા ૪૦થી વધુ નવી ચોકલેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમુલનો આ નવો ચોકલેટ પ્લાન્ટ ૧.૫૦ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને અમુલ દ્વારા રૂ.૧૫૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ શરૂ થઈ ગયા બાદ અમુલ ડેરીની ચોકલેટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૪,૦૦૦ ટનથી વધીને ૨૦,૦૦૦ ટન થઈ જશે. અહીં, વડા પ્રધાન અંદાજે ૭૫,૦૦૦ જેટલા દૂધ ઉત્પાદકો અને સ્થાનિકોને સંબોધન પણ કરશે.
વડાપ્રધાન મોદી અમુલ દ્વારા આણંદ ખાતે નિર્મિત ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે. આણંદની નજીક આવેલા મોગર ગામમાં ‘ત્રિભુવનદાસ ફૂટ ફેક્ટરી’ ખાતે આ પ્લાન્ટ આવેલો છે. આ સાથે જ મોદી અમુલ ડેરી દ્વારા જ નિર્મિત બે અન્ય પ્લાન્ટ ‘બાલભોગ’ અને ‘રેડી ટુ યુઝ થેરાપેટિક ફૂડ (RUTF)’ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.
પીએમ મોદી સાંજે ૬.૨૦ મિનિટે ચૌધરી હાઇસ્કૂલથી નીકળીને ૬.૩૦ વાગ્યે નવનિર્મિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ પહોંચશે. ૭ વાગ્યા સુધી મ્યુઝિયમમાં ગાંધીજીના સંસ્મરણો સમાન પ્રતિકૃતિઓ નિહાળીને ત્યાંથી સીધા જ ૭.૦૫ મિનિટે રવાના થઇ ૭.૧૫ વાગ્યે એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી ૭.૨૦ મિનિટે એરફોર્સના બોઇંગ વિમાન મારફત દિલ્હી જવા પ્રસ્થાન કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY