શ્રીનગર,તા.૧૩
જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સહયોગ સાથે ચાલી રહેલ સરકાર તૂટ્યા બાદ હવે મહેબૂબા મુફ્તીની સામે પોતાની પાર્ટી પીડીપીને બચાવાનું સંકટ છે. પીડીપીમાંથી બળવાનના ગંભીર સંકેતો મળી રહ્યાં છે અને મહેબૂબાએ બળવો પોકારતા નેતાઓ પર કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમએ ભાજપ અને કેન્દ્ર સરકારને પણ ચેતવણી આપતા કહ્યુ છે કે જા પીડીપીને તોડવાની કોશિષ થઇ તો તેના ખતરનાક પરિણામ ભોગાવવા પડશે. એમ કહેતા મહેબૂબાએ ૧૯૯૦ના દાયકાના કાશ્મીર અને સલાઉદ્દીન જેવા આતંકીઓનો પણ ઉલ્લેખ કર્યો.
મહેબૂબાએ ભાજપ અને કેન્દ્ર સરકારને ૧૯૮૭ના ઘટનાક્રમની યાદ અપાવતા ચેતવણી આપી છે. મહેબૂબાએ કહ્યુ કે જા દિલ્હી ૧૯૮૭ની જેમ લોકોના વોટિંગ રાઇટ્સને રદ્દ કરવાની કે કાશ્મીરના લોકોના ભાગલા પાડવાની કોશિષ કરશે તો ખતરનાક સ્થિતિ ઉભી થશે.
મહેબૂબાએ કહ્યુ કે ત્યારે જે રીતે એક સલાઉદ્દીન અને યાસીન મલિક ઉભા થયા હતા, આ વખતે તો સ્થિતિ એનાથી પણ ખરાબ હશે.
આની પહેલાં મહેબૂબા મુફ્તીએ ગુરૂવારના રોજ બળવાખોર નેતાઓ પર એક્શન લેવાનું શરૂ કરી દીધું. પીડીપીએ વિધાન પરિષદ સભ્ય યાસિક રેશીને બાંદીપુરા જિલ્લા અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ કરી દીધા. યાસિર રેશી એ પીડીપી નેતાઓમાંથી એક છે જેણે જાહેરમાં મહેબૂબા મુફ્તીની આલોચના કરી હતી. પીડીપીમાં બળવાખોરના સૂર ખૂબ વધી ગયા છે, જેને લઇ સ્વાભાવિક પણે મહેબૂબા પરેશાન દેખાઇ રહ્યાં છે.
ભાજપે મહેબૂબા મુફ્તીના નિવેદનો પર આપત્તિ નોંધાવતા તેમના આરોપોને પણ રદ્દ કરી દીધા છે. આપને જણાવી દઇએ કે સૈયદ સલાઉદ્દીન હાલ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો ચીફ છે અને પાકિસ્તાનમાં બેઠા-બેઠા ભારતની વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓને અંજામ આપે છે. જ્યારે યાસીન મલિક કાશ્મીરના મોટા અલગતાવાદી નેતાઓમાંથી એક છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



