કર્ણાટકા મેંગ્લોર-ઉડુપ્પીમાં મૂશળધાર વરસાદ : પૂરની સ્થિતિ સર્જાઈ

0
7

એનડીઆરએફની ટીમ રાહત કામમાં લાગી,નવ કલાક મૂશળધાર વરસાદ પડ્યો
ન્યુ દિલ્હી,તા.૩૦
કર્ણાટકના તટીય જિલ્લો મેંગલોર અને ઉડુપ્પીમાં મંગળવારે લગભગ ૯ કલાક મૂશળધાર વરસાદ પડ્યો, પરિણામે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ ગૃહ મંત્રાલયે દ્ગડ્ઢઇહ્લની ટીમને રાહત અને બચાવના કામે લગાવ્યાં છે. હવામાન વિભાગ મુજબ આ મોનસૂન પૂર્વનો વરસાદ છે. આ વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ આ વરસાદ મેકુન તોફાનની અસરના કારણે થઈ રહ્યો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે વરસાદની ચેતવણીને જાતાં મેંગલોર અને ઉડુપ્પીમાં સ્કૂલોમાંથી રજા આપવામાં આવી છે. તો મોટા ભાગની બજારો પણ બંધ છે.
કર્ણાટકમાં થયેલાં ભારે વરસાદ બાદ નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કર્યું હતું. તેઓએ લખ્યું કે, “કર્ણાટકના અલગ અલગ વિસ્તારો વરસાદથી પ્રભાવિત થનારા તમામ લોકોની સુરક્ષા અને યોગ્ય રહે તેવી પ્રાર્થના કરુ છું. અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમને પ્રભાવિત વિસ્તારોમાં શક્ય હોય તેટલી મદદ પહોંચાડવાનું કહ્યુ છે.”
હવામાન વિભાગના સૂત્રોનું કહેવું છે કે કર્ણાટકમાં મોનસૂન ક્યારે આવશે તે ન કહી શકાય. હાલ રાજ્યમાં પ્રી મોનસૂન વરસાદ થઈ રહ્યો છે. મધ્ય આરબ સાગર, કેરળના અન્ય વિસ્તારો, તટીય અને દક્ષિણ કર્‌આટક, પૂર્વ મધ્ય અને પૂર્વોત્તર બંગાળની ખાડીના વિસ્તારો અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાં ભાગોમાં આગામી ૪૮ કલાક દરમિયાન મોનસૂન આગળ વધી શકે છે, તે માટની સ્થિતિઓ અનુકુળ છે. મંગળવારે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન કેરળ પહોંચ્યું છે. જે તામિલનાડુ તરફ વધી રહ્યુ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY