મોદી સરકાર રાજકીય લાભ ખાટવા જવાનોના લોહીનો ઉપયોગ કરવાનું બંધ કરે: વિપક્ષ

0
103
વીડિયો જારી કરીને વાહવાહી લુટતી મોદી સરકાર પાકિસ્તાન અને તેના આતંકીઓ સામે લડવામાં નિષ્ફળ: સૂરજેવાલ

સર્જિકલ સ્ટ્રાઇકનો વધુ એક વીડિયો જારી કરાતા ફરી વિવાદ

આ પહેલા પણ અનેક વખત સર્જિકલ સ્ટ્રાઇક થઇ ચુકી છે પણ તેનો વીડિયો જારી કરી અમે રાજકીય લાભ નથી લીધો તેવો કોંગ્રેસનો દાવો

૨૦૧૬માં ઉરી હુમલા બાદ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને ભારતીય જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ અંગેનો એક વીડિયો ૨૦૧૬માં જ જારી થયો હતો જ્યારે બહુ વિવાદ થયો હતો. જોકે હવે આ વિવાદ ફરી જાગ્યો છે કેમ કે વધુ એક વીડિયોને મીડિયામાં જારી કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે આપણા જવાનોના બલિદાનને હંમેશા સલામ છે પણ કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ આપણા જવાનોના બલિદાનનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે કરી રહી છે તે અતી નિમ્નકક્ષાની બાબત છે. જવાનોનું સરકાર અપમાન કરી રહી છે. કોંગ્રેસના નેતા રણદિપ સુરજેવાલે જણાવ્યું હતું કે એ ન ભુલીએ કે જવાનોને આ દેશની રક્ષા માટે કેટલા બલિદાન આપ્યા છે. જવાનોના આ લોહીનો ઉપયોગ કોઇ પણ પક્ષ કે સરકારે રાજકીય લાભ માટે ન કરવો જોઇએ. મોદી સરકાર જવાનોના લોહીનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરવાનું બંધ કરી દે. ટીવી પર એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. આ વીડિયો ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇકનો છે. કોંગ્રેસે પ્રહારો કરતા જણાવ્યું હતું કે એક તરફ મોદી સરકાર અને ભાજપ જવાનોએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો ઉપયોગ પોતાના લાભ માટે કરી રહી છે જ્યારે બીજી તરફ આ જ સરકારના રાજમાં આતંકી હુમલા વધ્યા છે અને પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામ ભંગ થઇ રહ્યો છે. આતંકી હુમલા અને પાક.ના ગોળીબારમાં આપણા અનેક જવાનો શહીદ થયા છે અને હાલ થઇ રહ્યા છે છતા મોદી સરકારને તેની કોઇ જ ચીંતા નથી, તે જવાનોની સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો જારી કરીને માત્ર રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે. વાસ્તરમાં મોદી સરકાર પાક. અને આતંકવાદ સામે લડવામા નિષ્ફળ રહી છે અને પોતાની આ નિષ્ફળતાઓને છુપાવવા માટે સૈન્યના જવાનોના બલિદાનનો અને લોહીનો ઉપયોગ કરી રહી છે તેવા આરોપો વિપક્ષે સરકાર પર લગાવ્યા હતા. કોંગ્રેસે સાથે એમ પણ જણાવ્યું હતું કે આ પહેલા પણ સૈન્ય દ્વારા અનેક વખત સર્જિકલ સ્ટ્રાઇક થઇ ચુકી છે પણ યુપીએ સરકારે ક્યારેય તેના વીડિયો જારી કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ નથી કર્યો કેમ કે સૈન્ય ઓપરેશન અતી ગુપ્ત બાબત છે તેના વીડિયો જારી કરીને આ રીતે વાહવાહી ન લુટાય. કોંગ્રેસ હંમેશા સર્જિકલ સ્ટ્રાઇક કરવા બદલ સરકાર અને જવાનોનું સમર્થન કરતી આવી છે પણ આ રીતે રાજકીય લાભ ખાટવા જવાનોના લોહીનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY