દેશભરમાં એક સમાન સ્ટેમ્પ ડ્યૂટી દર રાખવા મોદી સરકારની વિચારણા

0
5

ન્યુ દિલ્હી,તા.૧૩
હવે દેશભરમાં એક સમાન સ્ટેમ્પ ડયુટી રેટ રાખવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી છે. ફાયનાન્શીયલ ઇન્સ્ટીમેન્ટ જેમ કે ડિબેન્ચરો અને સ્ટોકના ટ્રાન્સફર માટે પણ એક સમાન દર રાખવામાં આવશે. આ સુધારાથી ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસની વડાપ્રધાનની લાઈન સરળ બની જશે.
ગયા વર્ષે ભારતે જીએસટીનું મિકેનિઝમ અપનાવ્યું અને તેમાં અનેક રાજ્ય અને કેન્દ્રની લેવીઓ સમાઈ ગઈ છે અને હવે દેશભરમાં એક સમાન સ્ટેમ્પ ડયુટીના દર રાખવાની દિશા સરકારે પકડી છે. કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ એવી માહિતી આપી છે કે તમામ રાજ્ય સરકારો સિંગલ રેટ માટે સહમત થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર હવે નક્કર પગલાં ભરવા જઈ રહી છે અને આગામી સંસદના શિયાળું સત્રમાં આ અંગેનો સુધારા ખરડો રજૂ કરી દેવામાં આવશે અને આ ખરડો પસાર થઈ ગયા બાદ કોર્પોરેટ બોન્ડ માર્કેટ ગતિમાં આવી જશે અને અનેક સારા સુધારાથી બિઝનેસને બળ મળશે.
એક સદી જૂના સ્ટેમ્પ ડયુટી દરના માળખામાં ફેરફાર હવે જરૂરી બન્યા છે અને રાજ્ય સરકારો પણ તેમાં સહમત થઈ ગઈ છે. સુધારા કરતાં પહેલાં રાજ્ય સરકારો સાથે ચર્ચા-મંત્રણા કરવામાં આવી હતી અને આ સુધારાઓને તમામ રાજ્યોએ સહમતિ પણ આપી દીધી છે. સાથોસાથ રાજ્ય સરકારોની રેવન્યુની રક્ષા કરવાની પણ સરકારે ખાતરી આપી છે.
શેર ટ્રાન્સફર, ડિબેન્ચર ટ્રાન્સફર તેમજ વિમા પોલિસીઓ, ચેક, પ્રોમીસરી નોટ, લેટર ઓફ ક્રેડિટ આ બધા પર સ્ટેમ્પ ડયુટીના દર નક્કી કરવાની સત્તા સંસદ પાસે છે. આ પહેલાં સેબીએ પણ તમામ રાજ્યોને એમ કહ્યું હતું કે નાણાકીય વ્યવહારો માટેની સ્ટેમ્પ ડયુટીનું સરળીકરણ કરવું જરૂરી છે પરંતુ ત્યારે રાજ્ય સરકારોનો ખાસ પ્રતિભાવ નહોતો અને હવે કેન્દ્ર સરકાર આ દિશામાં ઝડપથી આગળ વધી છે અને હવે દેશભરમાં સ્ટેમ્પ ડયુટીનો સમાન દર રાખવામાં આવશે. સંસદના શિયાળું સત્રમાં આ ખરડો પસાર થઈ ગયા બાદ તે અમલી બની જવાની ધારણા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY