યુવાનની જાગૃતિના કારણે બાળકી સાથે દુષ્કર્મ થતાં-થતાં રહી ગયુ

0
11

સુરત,તા.૧૩
સુરતના ડિંડોલી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના તાજી જ છે ત્યાં પાંડેસરા વિસ્તારમાં આઠ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતાં અટકી છે. એક ભરવાડ યુવાનની જાગૃતિના કારણે બાળકી સાથે દુષ્કર્મ થતાં રહી ગયું હતું. સાઇકલ પર ફેરવવાના બહાને એક યુવાન આઠ વર્ષની બાળકીને ઝાડીમાં લઈને જતો હતો.
ત્યાંથી પસાર થતા ભરવાડ યુવાને તેને અટકાવ્યો હતો અને બાળકી બાબતે પૂછતાં ગલ્લાં-તલ્લાં કર્યાં હતાં. પોલીસને જાણ કરવામાં આવતાં પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાળકીને યુવાને સુરક્ષિત ઘરે પહોંચાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગર ફાયર સ્ટેશનની બાજુમાંથી એક યુવાન સાઇકલ પર આઠ વર્ષની બાળકીને લઈને પસાર થઈ રહ્યો હતો. યુવાન બાળકીને લઈ સરકારી સ્કૂલની પાછળ ઝાડી-ઝાંખરામાં પહોંચ્યો ત્યારે કાળુભાઈ ભરવાડ નામના યુવાને ઝાડીમાં બાળકી સાથે યુવાનને જાતાં તેમને શંકા ગઈ હતી.
તેઓએ તાત્કાલિક તે યુવાન પાસે પહોંચી જઈ બાળકી અંગે પૂછપરછ કરી હતી. તેણે બાળકી વિષે પૂછપરછ કરતાં કાંઈ નથી કર્યું તેવું જ રટણ ચાલુ રાખ્યું હતું. પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પાંડેસરામાં ઘરઆંગણે બે બહેનો રમતી હતી, જેમાં દસ વર્ષની મોટી બહેન હિમાનચલ નામના યુવાન સાથે સાઇકલ પર જવા તૈયાર થઈ નહીં પણ આઠ વર્ષની બહેન તૈયાર થઈ ગઈ. મોટી બહેનની હાજરીમાં જ નાની બહેનને સાઇકલ પર લઈ ગયો હતો.
પોલીસે યુવાનની ધરપકડ કરી પૂછપરછ કરતાં અમરોલીના કોસાડ આવાસમાં રહેતો હિમાનચલ ગંધામુદુલી (ઉં.વ.૪૦) મની એક્સચેન્જની કામગીરી માટે પાંડેસરા વિસ્તારમાં આવ્યો હતો.
આઠ વર્ષની બાળકીને સાઇકલ પર ફાયર સ્ટેશન નજીક સરકારી સ્કૂલ પાસેની ઝાડીમાં પહોંચ્યો ત્યાં કાળુભાઈ ભરવાડ પહોંચી ગયા અને ગંભીર ગુનો બનતાં અટકી ગયો હતો. પોલીસે આરોપી હિમાનચલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY