મુંબઈ,તા.૨૪
કેન્દ્ર સરકારે તમામ પ્રકારના અનાજ માટે શણ (Jute)ના પેકિંગને ફરજિયાત બનાવી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કમિટીએ અનાજના પેકિંગમાં ૧૦૦ ટકા અને ખાંડના પેકિંગમાં ૨૦ ટકા શણ વાપરવાનો નિયમ સરકારે ઘડ્યો છે. આ પેકિંગ જુદા જુદા પ્રકારની શણની થેલીઓમાં કરવાનું રહેશે.
જયુટ પેકેજિંગ મટિરિયલ્સ એકટ, ૧૯૮૭ અન્વયે ૯૦ ટકા અનાજ શણની ગૂણીઓમાં પેક કરવું ફરજિયાત હતું અને ખાંડની પ્રાપ્તિ માટે ૨૦ ટકાની જાગવાઈ હતી. સરકારના આ નિર્ણયથી જયુટ સેકટરનો વિકાસ વધારવામાં મદદરૂપ થશે. તદુપરાંત કાચા જયુટની ગુણવત્ત્ તથા ઉત્પાદનક્ષમતા વધશે, જયુટ સેકટરમાં વિવિધતા આવશે અને જયુટ ઉત્પાદનોની માગ વધશે. આશરે ૩.૭ લાખ કામદારો તથા અનેક લાખો ખેતપરિવારોનો જીવનનિર્વાહ જયુટ ક્ષેત્ર પર નભે છે.
જયુટ ઉદ્યોગ મોટે ભાગે સરકારી સેકટર પર આધારિત છે. સરકાર દર વર્ષે અનાજના પેકિંગ માટે રૂ. ૬૫ અબજથી પણ વધુની કિંમતની શણની ગૂણીઓની ખરીદી કરે છે. સરકારના નિર્ણયથી પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, આંધ્ર પ્રદેશ, મેઘાલય અને ત્રિપુરાના ખેડૂતો અને કામદારોને ફાયદો થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





