કે.એમ.જોસેફની પદોન્નતિને મંજૂરી નહીં મળતાં ચિદમ્બરમે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા

0
94

ન્યુ દિલ્હી,તા.૨૬
કોલેજિયમની ભલામણ પ્રમાણે ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે. એમ. જાસેફની પદોન્નતિને મંજૂરી નહીં આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર ચિદમ્બરમે સવાલ ઉભો કર્યો છે.
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરે ટિવટ કરીને જણાવ્યું છે કે ઈન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથગ્રહણ કરશે તેનાથી તેઓ ખુશ છે. નિરાશ છું કે જસ્ટિસ કે. એમ. જોસેફની નિમણૂકને હજીપણ રોકવામાં આવી છે.
કે. એમ. જાસેફની પદોન્નતિને આખરે કેમ રોકવામાં આવી છે? શું આના માટે તેમનું રાજ્ય, તેમનો ધર્મ અથવા ઉત્તરાખંડ કેસમાં તેમનો ચુકાદો જવાબદાર છે?
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે ટિવટમાં જણાવ્યુ છે કે કાયદા પ્રમાણે ન્યાયાધીશની નિમણૂકમાં કોલેજિયમની ભલામણ જ આખરી હોય છે. શું મોદી સરકાર કાયદાથી ઉપર થઈ ગઈ છે?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY