મોદી અને શાહ માટે રસ્તો સરળ નથી.

0
39

ભાજપના વરિષ્ઠ નેતા આત્મવિશ્વાસમાં ભરપુર દેખાઇ રહ્યા છે. તેમના નિવેદનથી લાગે છે કે ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં તેમની જીત નક્કી છે.

અજેય ભાજપ, અજેય ભારત અને અટલ ભારતના નારાના પોસ્ટર ચારેબાજુ જાવા મળી રહ્યા છે. અમિત શાહ વારંવાર કહી રહ્યા છે કે અમારી સરકારે જે કામ કર્યુ છે તેમના આધાર પર અમે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે જઇ રહ્યા છીએ. સાથે સાથે અમે ફરી ભવ્ય રીતે જીતીને આવીશુ. પરંતુ અમે વર્ષ ૨૦૧૪ની પરિસ્થતી અને આજની સ્થતીને ધ્યાનમાં લેવામાં આવે તો છેલ્લી લોકસભા ચૂંટણીના માહોલ કરતા હાલમાં માહોલ અલગ છે. નરેન્દ્ર મોદી એ વખતે લોકોની નજરમાં હિરો બનેલા હતા. જ્યાં પણ ભાજપના જનાધારની સ્થતી હતી ત્યાં ભાજપને અપેક્ષા કરતા વધારે મોટી સફળતા હાથ લાગી હતી. હે કેન્દ્ર અને દેશના મોટા ભાગના રાજ્યોમાં તેની સરકારો રહેલી છે.

વર્ષ ૨૦૧૪ના તેમના ઉત્સાહી સમર્થક સરકારના કામોની પણ હવે સમીક્ષા લોકો કરી રહ્યા છે. જે અપેક્ષાના આધાર પર મોદીને મત આપ્યા હતા તે દિશામાં સરકાર કામ કરી શકી છે કે કેમ તે પ્રશ્ન લોકો પોતાને કરશે. રાજ્યોમાં પણ ભાજપ તેમની અપેક્ષા મુજબ આગળ વધી શકી છે કે કેમ તેની ખાતરી લોકો કરનાર છે. મોટા ભાગના સમીક્ષકો માને છે કે ભાજપની સામે કેટલાક પડકારો રહેલા છે. જે પૈકી સૌથી મોટો પડકાર વિપક્ષી એકતાનો રહેલો છે. કોંગ્રેસ પાર્ટીએ ૧૦મી સપ્ટેમ્બરના દિવસે ભારત બંધની હાકલ કરી હતી જેમાં કેટલાક મુખ્ય રાજકીય પાર્ટીના નેતા આવ્યા ન હતા. માયાવતી છત્તિસગઢમાં અજિત જાગીની સાથે ગઠબંધન કરી ચુકી છે.

મધ્યપ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. આની સાથે જ વિપક્ષી એકતાના દાવા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલની સ્થતીમાં જે ચિત્ર ઉપસી રહ્યુ છે તે મુજબ કેટલાક રાજ્યોમાં વપક્ષી ગઠબંધન ચોક્કસપણે થનાર છે. પરંતુ તે સંપૂર્ણ રહેશે તેમ દેખાતુ નથી. બીજી બાજુ ભાજપ માટે વિપક્ષી પાર્ટીઓની એકતા જ એકમાત્ર પડકાર જુદા જુદા રાજ્યોમાં હોઇ શકે તેમ નથી. ભાજપની સામે વર્ષ ૨૦૧૪ની તુલનામાં કેટલાક નવા પડકારો છે. વર્ષ ૨૦૧૪માં જે જનાધારની સ્થતી હતી તેને જાળવી રાખવા માટેના પડકારો રહેશે. જા ભાજપ જનાધારને જાળવી રાખશે તો વિપક્ષી એકતા પણ તેને નુકસાન કરી શકશે નહી. ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય સરકારોની કામગીરી અને સ્થાનિક નેતૃત્વ પણ કારણ રહેશે. રાજસ્થાનમાં વસુન્ધરા રાજેને લઇને લોકોમાં વ્યાપક રોષ છે. પાર્ટીની અંદર પણ તેમના નેતા અને કાર્યકરો ભારે નાખુશ છે.

મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચોહાણને લઇને પાર્ટીમાં નારાજગી નથી પરંતુ તેમને લઇને ઉત્સાહ પણ નથી. ૧૫ વર્ષથી સરકાર સત્તામાં હોવાથી સત્તા વિરોધી લહેર પણ જાવા મળે છે. છત્તિસગઢમાં પણ રમણસિંહ સાથે આ તમામ બાબતો લાગુ થાય છે. અસંતોષ, સત્તા વિરોધી લહેર અને નકારાત્મક કારણોનો સામનો કરવાની બાબત ભાજપ માટે સરળ રહેશે નહીં. વિપક્ષી એકતાના લોકો માને છે કે કોંગ્રેસ પાર્ટી સારો દેખાવ કરે. કોંગ્રેસ આ રાજ્યોના પરિણામથી સંકેત આપવા માંગે છે કે ભાજપ અજેય નથી. જા આવુ થઇ જશે તો લોકસભા ચૂંટણીમાં જારશોરથી પ્રચાર કરવામાં આવનાર છે. ભાજપના પ્રયાસ પોતાની અપરાજિત રહેવાની છાપ જાળવી રાખવાના રહેશે. રાફેલ સોદાબાજી અને ભાવ વધારા તેમજ બેરોજગારીને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે.કોંગ્રેસ પાસે એવા લોકો છે જે મતદારોને સમજાવી શકે છે તે મોટો પ્રશ્ન છે.

વિપક્ષી પાર્ટી પાસે દમદારોની ટીમ જરૂરી છે. જે તેમની પાસે નથી. મોદીની છાપ આજે પણ મજબુત રહી છે. હિન્દુત્વને લઇને તેમની છાપ આજે પણ મજબુત રહેલી છે. જા કે મોદી હિન્દુત્વના મોરચે એવા કોઇ કામ કરી શક્યા નથી જેના કારણે આ વર્ગના લોકો સંતુષ્ટ થઇ શકે છે. કેટલાક મામલે પાર્ટી સામે દુવિધા છે. અનુસુચિત જાતિ અને જનજાતિ કાનુન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી નાંખવાનો મુદ્દો મોટો મુદ્દો બની ચુક્યો છે. સવર્ણોના વર્ગમાં પણ નારાજગી જાવા મળી રહી છે.

ભાજપ નેતા માને કે ન માને તેમના જનાધારને લઇને દુવિધા છે. જનાધારને એક સાથે રાખવાની કામગીરી મુશ્કેલ છે પરંતુ જા આ કામ કરી શકશે તો ભાજપની જીત નક્કી છે. ભાજપના નેતા ભલે નિશ્ચિત દેખાઇ રહ્યા છે પરંતુ તેમની સામે પણ અનેક જટિલ પડકારો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY