મોહાલી,તા.૧૭
ભારતનો સિનિયર ફાસ્ટ બાલર મોહંમદ શમી હાલ તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તે પોતાનો સારો દેખાવ આગામી વર્લ્ડ કપમાં લઈ જવા ઈચ્છે છે.
આઈ. સી. સી. વર્લ્ડ કપનો ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી પ્રારંભ થનાર છે.
“મને વર્લ્ડ કપમાં મારા રાષ્ટ્ર વતી રમવાનો ફરી બીજા મોકો મળ્યો તે માટે હું અલ્લાહનો આભાર માનું છું. હાલમાં હું મારા શ્રેષ્ઠ ફોર્મમાં છું તથા મારી બાલિંગમાં સારી તાલમેલ છે તથા હું મારું સારું ફોર્મ વર્લ્ડ કપમાં લઈ જવા માગું છું, એમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ વતી રમતા શમીએ કહ્યું હતું.
શમીએ કહ્યું હતું કે તે તેની ફિટનેસ સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ભાગ લીધેલ ૨૮ વર્ષના શમીએ ૬૩ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમી કુલ ૧૧૩ વિકેટ ઝડપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





