બિહારમાં નીતિશ સરકારે વિજ્ઞાપન પાછળ અધધ..૫૦૦ કરોડ ખર્ચ કર્યો..!!

0
334

પટના,તા.૧૩
બિહારમાં નીતિશ કુમારની સરકાર ગત પાંચ વર્ષમાં મીડિયા પર ઘણી મહેરબાન રહી છે. પાંચ વર્ષમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને રેકોર્ડ વિજ્ઞાપન આપ્યા. RTI હેઠળ મળેલ જાણકારીનો હવાલો આપતા એક રિપોર્ટ જાહેર કરી છે.
બિહારમાં નીતિશ કુમારની સરકાર ગત પાંચ વર્ષમાં મીડિયા પર ઘણી મહેરબાન રહી છે. પાંચ વર્ષમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને રેકોર્ડ વિજ્ઞાપન આપ્યા. RTI હેઠળ મળેલ જાણકારીનો હવાલો આપતા એક રિપોર્ટ જાહેર કરી છે. જેમાં દાવો કરાયો છે કે નીતિશ કુમારની સરકારે પાંચ વર્ષમાં વિજ્ઞાપનો પર ૪૯૮ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમા ટીવી, રેડિયો, ન્યૂઝ પેપર, વગેરેમાં વિજ્ઞાપનોના ખર્ચની સીમા બાકી વર્ષની તુલનામાં ચૂંટણી વર્ષમાં વધારે રહી છે.
RTI મુજબ કોંગ્રેસ અને આરજેડી સાથે મહાગઠબંધન વાળી નીતિશ કુમારની સરકારે ૨૦૧૪-૧૫ માં વિજ્ઞાપનો પર ૮૩૪૩૨૮૮૫૧ રૂપિયા ખર્ચ કર્યા. વર્ષ ૨૦૧૫-૧૬માં આ ખર્ચની સીમા ૧૫ કરોડ રૂપિયા વધી ગઇ. જેમા ૯૮૪૨૧૪૧૮૧ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. રિપોર્ટ મુજબ ૨૦૧૬-૧૭ના વર્ષમાં ૮૬૮૫૨૦૩૧૮ રૂપિયા અને ૨૦૧૭-૧૮માં ૯૨૫૩૧૭૫૮૪૯ રૂપિયા ખર્ચ થયા. પરંતુ ૨૦૧૮-૧૯ માં વિજ્ઞાપનોના ખર્ચની સીમાએ બાકી તમામ વર્ષોના ખર્ચનો રેકોર્ડ તોડી નાંખ્યો.
આ દરમિયાન જેડીયૂ અને બીજેપીની ગઠબંધન સરકારે મીડિયાને ૧૩૩૫૩૧૮૬૯૪ રૂપિયાના વિજ્ઞાપન આપ્યા. ધ્યાન આપવા જેવી બાબત છે કે બિહાર સરકારે વિજ્ઞાપનો પર ખર્ચ કરવા મામલે ૨૦૧૦ બાદથી ઘણી દરિયાદિલી દર્શાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY