કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા : મોંઘવારી ભથ્થુ બે ટકા વધારાય

0
25

ન્યુ દિલ્હી,તા.૨૯
કેન્દ્ર સરકારના લાખ્ખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આજે મોદી સરકાર ખુશખબર જાહેર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં (ડીએ)માં બે ટકાના વધારાની જાહેરાત કરાશે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને બે ટકા મોંઘવારી ભથ્થું આપવાના નિર્ણયને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવશે અને તેનો ૧ જુલાઇ ર૦૧૮ની પશ્ચાતવર્તી અસરથી અમલ કરવામાં આવશે. દેશભરમાં ૪૮ લાખ કરતાં પણ વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૧ લાખથી વધુ પેન્શનધારકો છે અને મોંઘવારી ભથ્થાંમાં વધારાનો લાભ આ તમામ કર્મચારીઓ અને પેન્શનધારકોને પશ્ચાતવર્તી અસરથી મળશે.
મોંઘવારી ભથ્થામાં વધારો સાતમા પગારપંચમાં નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ કરવામાં આવશે. જૂનના અંત સુધીમાં મોંઘવારી ભથ્થું મૂળ પગારના સાત ટકા અમલમાં છે અને હવે વધુ બે ટકાના વધારા સાથે ૧ જુલાઇ ર૦૧૮થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મૂળ પગારના નવ ટકાના હિસાબે મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.
હજુ પણ કેટલાક રાજ્યોમાં સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચની ભલામણ મુજબ એચઆરએ જેવા વિવિધ ભથ્થાંઓના એરિયર્સનો લાભ મળ્યો નથી. જાકે પુડુચેરી સરકારે પોતાના ર૩,૦૦૦ કર્મચારીઓના સ્ટાફનું એચઆરએ વધારી દીધું છે. તેના કારણે પુડુચેરી સરકાર પર પ્રતિમાસ રૂ.૬ કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે. પુડુચેરીમાં વસતા કર્મચારીઓને એચઆરએમાં ૧૬ ટકાનો અને યાનામ અને કરાઇકલમાં વસતા કર્મચારીઓને આઠ ટકાના વધારાનો લાભ મળશે.
ભલામણોની મંજૂરી બાદ ત્રિપુરા સરકારે પણ પોતાના સ્ટાફ માટે નેશનલ પેન્શન સ્કીમનો માર્ગ મોકળો કર્યો છે. હવે પૂર્વ કર્મચારીઓને પેન્શનનું પેમેન્ટ વિના વિલંબે ચૂકવી દેવામાં આવશે.
બિહારમાં કર્મચારીઓ હડતાળ પર જવાની તૈયારીમાં છે ત્યારે રાજ્ય સરકારે તેમની આ માગણીઓ પર વિચારણા કરવા ત્રણ સભ્યોની એક પગાર સમિતિની પણ રચના કરી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY