આરબીઆઈ રિપોર્ટ : નોટબંધી પછી ૯૯.૩% જૂની નોટો થઇ જમા!

0
76

મુંબઈ,તા.૨૯
નોટબંધી સમયે જેટલી જૂની કરન્સી બજારથી બહાર થઈ તેનાથી વધુ હવે સર્કુલેશનમાં છે. માર્ચ ૨૦૧૮ સુધી ૧૮.૦૩ લાખ કરોડ રૂપિયા ચલણમાં આવી ચૂક્્યા છે. એક વર્ષમાં તેમાં ૩૭.૭%નો વધારો થયો છે. આરબીઆઈએ ૨૦૧૭-૧૮ માટે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. તે મુજબ માર્ચ ૨૦૧૭ સુધી જેટલી કરન્સી સિસ્ટમમાં હતી તેમાં ૭૨.૭% નોટ ૫૦૦ અને ૨,૦૦૦ની હતી. માર્ચ ૨૦૧૮ સુધી તે ૮૦.૨% થઈ ગઈ.
આરબીઆઈ મુજબ, ગત નાણાકિય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધાર આવ્યો છે. દેશમાં રોકાણ અને નિર્માણ વધ્યું છે. વાર્ષિક આધાર પર મોંઘવારી ઓછી થઈ છે. છેલ્લા થોડા વર્ષોની તુલનામાં ક્રેડિટ ગ્રોથ પણ ડબલ ડિજિટમાં પરત આવ્યો છે. ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં જીએસટી મહત્વપૂર્ણ સાબિત થયો છે.
૮ નવેમ્બર ૨૦૧૬ની રાતે ૧૨ વાગ્યાથી ૧૦૦૦ અને ૫૦૦ની નોટ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી. માત્ર ચાર કલાકમાં ૮૬ ટકા કરન્સી એટલે કે ૧૫.૪૪ લાખ કરોડ નોટોને ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ રકમ ૬૦ ટકા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) બરાબર છે. નોટબંધીનો આવો નિર્ણય ૧૯૭૮માં લેવામાં આવ્યો હતો. ત્યારે જનતા પાર્ટીની સરકારે ૧,૦૦૦, ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ હજારની નોટો બંધ કરી દીધી હતી.
આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે ૫૦ રૂપિયાની નકલી નોટોમાં ૧૫૪ ટકાનો વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં પકડાયેલી રૂ. ૧૦૦ની નકલી નોટ ૩૫ ટકા વધી છે. રૂ. ૫૦૦ની ૯,૮૯૨ નકલી નોટ પકડાઈ છે. ૨,૦૦૦ની નકલી નોટોની સંખ્યા ૧૭,૯૨૯ છે.
આરટીઆઇના એક જવાબમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, દેશભરમાં આરબીઆઇ કચેરીઓમાંથી જૂની અને ફાટેલી નોટો નષ્ટ કરીને ઇંટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આરબીઆઇનાં આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે નોટબંધી તદ્દન નિષ્ફળ નિવડી છે. કારણ કે ફક્ત ૧૦૭૨૦ કરોડની રદ્દ થયેલી નોટો પરત જમા નથી થઇ. આરબીઆઇએ વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૫૦૦ તેમજ રૂ. ૨૦૦૦ની નવી નોટો છાપવા પાછળ કુલ રૂ. ૭૯૬૫ કરોડ ખર્ચ્યા હતા જે ૨૦૧૫-૧૬માં થયેલા રૂ. ૩૪૨૧ કરોડ કરતા બમણો ખર્ચ દર્શાવે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY