ગાંધીનગર,તા.૨૨
છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં મોડી રાતથી અનેક વિસ્તાકોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદનું જોર યથાવત રહેવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારે પણ ઝરમર વરસાદ પડ્યો હતો. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે.
હવામાન વિભાગે હજી પણ બે દિવસની ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



