દેશમાં થશે દુષ્કાળની જાહેરાત!!૭ રાજ્યોમાં વરસાદની ગંભીર કટોકટી

0
8

વરસાદની ઘટ વચ્ચે સરકારે ક્રૃષિ ઉત્પાદનના લક્ષ્યાંકો ઉંચા રાખ્યા
ન્યુ દિલ્હી,તા.૧૯
દેશમાં ચાલુ વર્ષમાં વરસાદની ઘટ ૮ ટકા સુધી પહોંચી છે. દેશના ૩૧ ટકા વિસ્તારમાં વરસાદની અછત છે. ૭ રાજ્યોમાં વરસાદની ઘટ વચ્ચે આગામી દિવસોમાં સરકાર દુષ્કાળની જાહેરાત કરે તેવી સંભાવના છે. આગામી સમયમાં વરસાદ પડે તેવી સંભાવના વચ્ચે પણ હાલમાં વરસાદની ઘટ ઘણા રાજ્યોમાં ૩૦ ટકાએ પહોંચી છે. ગુજરાતમાં પણ વરસાદની ઘટ ૨૬ ટકા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ આંક ૨૯ ટકા છે. સરકારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાત્કાલિક પગલાં ભરવાં પડે તેવી સ્થિતિ પેદા થશે. ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે સરકારની બલિહારી એ છે કે, વાવેતરનો આંક ૮૧.૮૫ લાખ હેક્ટરે પહોંચ્યો છે.
સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાના કારણે દુષ્કાળની નજીકની સ્થિતિ છે. ૨૦૦૪ પછી આ પ્રકારની ઘટના સાતત્યસભર પેટર્ન જોવાઈ નથી. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ જૂનમાં જબરજસ્ત શરૂઆત કરી હતી, પરંતુ પછી તે નબળું પડી ગયું હતું. જૂનથી સપ્ટેમ્બરમાં અપેક્ષા મુજબનો વરસાદ પડ્યો નથી છતાં પણ વર્તારો છે કે આગામી દિવસોમાં વધારે વરસાદ પડતાં આ ખાધ ઘટી શકે છે. દેશમાં સરેરાશ વરસાદની ઘટ ૮ ટકા છે. દેશના ૨૩ રાજ્યોમાં વરસાદ સરેરાશ છે. ૭ રાજ્યોમાં વરસાદની ઘટ અને ૬ રાજ્યોમાં ચોમાસામાં વરસાદ ભારે છે. દેશમાં જે રાજ્યોમાં વરસાદની અછત છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની ઘટ ૨૯ ટકા છે. જ્યારે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ ૨૨ ટકા છે. ગત વર્ષે દેશમાં વરસાદની ઘટ મધ્ય સપ્ટેમ્બર સુધી માઈનસ -૬ ટકા હતી. દેશમાં ખરીફ વાવેતરમાં ઓછા વરસાદ છતાં પણ વધારો થયો છે. કુલ ૧૦૫૮ લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તાર સામે વાવેતરનો આંક ૧૦૫૩ લાખ હેક્ટરે પહોંચ્યો છે. ગત વર્ષે આ સમયે ૧,૦૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં ૭.૪૮ લાખ હેક્ટરનો વધારો થયો છે.
ગુજરાતમાં પણ ૭૪ ટકા વરસાદ વરસ્યો છે. હવે ચોમાસાની વિદાયનો સમય છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો માંડ સરેરાશ ૨૫થી ૩૫ ટકાની આસપાસ વરસાદ છે. કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં સરકારે અર્ધઅછત જાહેર કરવી પડે તેવી સંભાવના છે. આમ છતાં ગુજરાતમાં પણ ખરીફ વાવેતરનો આંક ઊંચકાયો છે. સરકાર ઊંચા ઉત્પાદનના ઓછા વરસાદ વચ્ચે પણ દાવાઓ કરી રહી છે. દેશમાં ૧૭મી સપ્ટેમ્બર સુધી ૩૧ ટકા વિસ્તારમાં વરસાદની અછત છે.
ભારતીય હવામાન વિભાગના આગાહી કેન્દ્રના વડાના જણાવ્યા અનુસાર, ચોમાસાએ હાલમાં વિદાયના સંકેત આપ્યા નથી, કેટલાય વિસ્તારોમાં મોડે-મોડેથી વરસાદનો ટૂંકો સ્પેલ જોવા મળી રહ્યો છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં તથા પ. ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં વરસાદનો સારો સ્પેલ જોવા મળી શકે અને પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે, તેમ સ્કાયમેન્ટની આગાહી છે. આ સંજોગોમાં દુષ્કાળની ચિંતા હળવી થશે. સિઝનમાં વરસાદની કુલ ઘટ ૧૦ ટકાથી વધારે હોય તો હવામાન કચેરી દુષ્કાળની જાહેરાત કરે છે અને કેટલાક વિસ્તારમાં દુષ્કાળનું પ્રમાણ ૨૦થી ૪૦ ટકા સુધીની ઘટના સ્વરૂપમાં જોવા મળી શકે છે. આમ ચોમાસું સપ્ટેમ્બરના અંતે અથવા તો ઓક્ટોબરના પ્રારંભિક સપ્તાહમાં વિદાય લેવાનો પ્રારંભ કરી શકે છે. ૨૦૧૭માં આ પ્રકારની વિદાયનો પ્રારંભ ૨૭મી સપ્ટેમ્બરથી શરૂ થયો હતો.
દેશમાં વરસાદની ઘટ વચ્ચે સરકારે કૃષિ ઉત્પાદનના લક્ષ્યાંકો ઊંચા મૂક્યા છે. સરકારના અનુમાન અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ની સિઝનમાં ચોખાનું ઉત્પાદન ૧૧.૩૦ કરોડ ટન થશે. જેમાં ખરીફમાં ૯.૮૦ કરોડ ટન અને રવીમાં ૧.૫૦ કરોડ ટન ઉત્પાદન રહેશે. ઘઉંના ઉત્પાદનનો અંદાજ પણ ૧૦ કરોડ ટન મૂકાયો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ઘઉંનું ઉત્પાદન ૯.૯૭ કરોડ ટન રહ્યું હતું. સરકારના અંદાજ અનુસાર સરેરાશ ઉત્પાદન ૨૮.૫૨ કરોડ ટન થશે. જેમાં કઠોળનું ૨૪૦ લાખ ટન, મકાઈનું ૨૭૩ લાખ ટન અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન ૩૬૦ લાખ ટન રહેશે. કપાસના ઉત્પાદનનો અંદાજ પણ ૩૫૫ લાખ ગાંસડી મૂકાયો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૨૮.૪૮ કરોડ ટન ધાન્યપાકોનું ઉત્પાદન રહ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY