સુરત, તા.૧૦
નવસારી રેલવે સ્ટેશન પર મહિલાઓએ ઈન્ટરસિટી ટ્રેન અટકાવી દેતા રેલવે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ટ્રેન બદલતા મહિલા ડબ્બા ઘટાડવામાં આવ્યા હતા. જેને પગલે ૧૦ દિવસથી મહિલા ડબ્બાઓ વધારવા માંગ કરવામાં આવી રહી હતી. જોકે, મહિલા ડબ્બાઓ વધારવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી. અને આજે નવસારી રેલવે સ્ટેશન પર ઈન્ટસિટી ટ્રેન અટકાવી દીધી હતી. અને વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ૩ મહિલા ડબ્બા આપવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રેન અટકાવવામાં આવશે.
નવસારીમાં ઇન્ટરસિટી ટ્રેનને મહિલાઓએ કોચ વધારવાના મુદ્દે આજે હોબાળો મચાવી ટ્રેક પર દોડી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. લગભગ ૩૦ મિનિટ સુધી મહિલાઓએ ઇન્ટરસિટી ટ્રેનને રોકી રાખી હતી. પાસ હોલ્ડર મહિલાઓના આંદોલનને લઈ ટ્રેનના મુસાફરો અટવાયા હતા. ટ્રેક પર દોડી આવેલી મહિલાઓને લઈ તાત્કાલિક મોટી સંખ્યામાં મહિલા પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. પાસ હોલ્ડર મહિલાઓએ ડબ્બાઓ આગળ તરફ મુકવામાં આવે એવી માંગણીઓ સાથે તંત્રનો વિરોધ કર્યો હતો.
મહિલાઓના વિરોધના પગલે વલસાડ ઇન્ટરસિટી, સુરત મેમુ, ભરૂચ મેમુ, શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ, વાપી સુરત શટલ, સુરત ઇન્ટરસિટી સહિતની ટ્રેનો થંભી ગઈ હતી. જેથી અપડાઉન કરતા લોકોએ નવસારી પાસે ટ્રેન અટકાવી દેતા હજારો યાત્રીઓ અટવાઈ ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



