ભોગ બનનારના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
મોરબી નજીકના પંચાસર ગામના એક શખ્શે ૧૩ વર્ષના સગીર બાળકને નિશાળમાં બોલાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના પંચાસર ગામના ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠાના વતની અને હાલ પંચાસર ગામે રહેતા પરિવારના ૧૩ વર્ષના માસૂમ સાથે ગામમાં રહેતા રવિરાજસિંહ ખુમાનસિંહ ઝાલા નામના શખ્શે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનાર સગીરના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે તબેલામાં કામ કરતા હોય દરમિયાન તેના દીકરાને નિશાળે બોલવ્યો હોય અને ૧૫ થી ૨૦ મિનીટ વીત્યા બાદ પણ સગીર પરત નહિ ફરતા ફરિયાદી તેને શોધવા નિશાળે ગયા હતા
ત્યારે નિશાળમાં ખાચામાં આવેલ રૂમમાં તેના દીકરાને મોઢે ટુંપો દઈને આરોપી રવિરાજસિંહ ખુમાનસિંહ નામના શખ્શે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું છે અને જાતીય સતામણી કરીને ગુન્હો આચર્યાની ફરિયાદ નોંધાવી છે તેમજ કોઈને બનાવ વિષે જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે સમગ્ર બનાવ અંગે સગીરે પિતાને આપવીતી જણાવ્યા બાદ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી 9737075717જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



