ચોઈબાસા,તા.૬
દેશમાં ગરમીનો કહેર ચાલુ જ છે. આ દરમિયાન એક એવી ઘટના બની છે જે લોકોને હસવા માટે અને વિચારવા માટે મજબૂર કરે છે. આ ઘટનાના ત્રણ ભાગ છે. આની સાથે જોડાયેલો એક વીડિયો પણ સામેલ આવ્યો છે.
ઝારખંડના ચાઇબાસા શહેરના તાંબો ચોક પર કોલ્ડ ડ્રિંક્સ ભરેલી એક ટ્રક પલટી ગયો હતો. આ દરમિયાન ટ્રકનો ડ્રાઇવર અને બીજા લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ટ્રકમાં ભરેલી કોલ્ડ ડ્રિંક્સની બોટલો રસ્તા પર પડી ગઈ હતી. આ દરમિયાન લોકો ડ્રાઇવર અને અન્ય લોકોને બચાવવાને બદલે લૂંટફાટ કરવા લાગ્યા હતા. જેના હાથમાં જેટલી બોટલો આવી તે લઈને ફરાર થઈ ગયા હતા.
કોઈ બાઈક લઈને, કોઈ સ્કૂટી લઈને તો કોઈ ઈ-રીક્ષા અને અમુક લોકો તો ઓટોમાં બોટલો લઈને ભાગી ગયા હતા. જેની પાસે કંઈ ન હતું તે હાથથી ઊંચકી શકાય એટલી બોટલો લઈને ભાગ્યા હતા. આ લોકોમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો તમામ સામેલ હતા.
જે ટ્રક રસ્તા પર પલટી ગયો હતો તેનો ડ્રાઇવર ગુનો કરીને ભાગી રહ્યો હતો. સ્કૂલે જઈ રહેલી એક બાળકીને ટક્કર માર્યા બાદ ટ્રકનો ડ્રાઇવર ભાગી રહ્યો હતો. આ કારણે ડ્રાઇવરે વધારે ઝડપે ટ્રકને હંકારી રહ્યો હતો. ટક્કર બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ટ્રકનો ડ્રાઇવર દારૂના નશામાં હતો. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



