મોરબી,તા.૧૦
મોરબીની સબ જેલમાં હત્યાના ગુન્હામાં કેદ આરોપીનું સવારે કોઈ કારણોસર મોત થતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને કેદીના મોત અંગે પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
મોરબીની સબ જેલમાં રહેલા આરોપી રમેશ ઉકાભાઈ પાટડીયા કોળી (ઉ.વ.૩૬)નું ગુરૂવારે કોઈ કારણોસર મોત થયું હતું. જેમાં સબજેલમાં કેદ આરોપી સવારે ૭ : ૪૦ વાગ્યા પહેલા બેભાન અવસ્થામાં મળી આવતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મરણ જનાર રમેશ ઉકા પાટડીયા હળવદ પંથકમાં હત્યાના આરોપમાં સબજેલમાં બંધ હોય, જેનું મોત થતા ચકચાર મચી છે. જાકે મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી અને પીએમ રીપોર્ટની પોલીસ રાહ જાઈ રહી છે. એ ડીવીઝન પોલીસમાં સબજેલના કેદીના મોત અંગે નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



