જુનાગઢ,તા.૧૦
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આગામી શિવરાત્રી દરમ્યાન યોજાનારા જૂનાગઢના મેળાનું મિનિકુંભ મેળા તરીકે ઉજવવા માટેના આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ ગત વર્ષે જૂનાગઢમાં મુલાકાત દરમ્યાન મહા શિવરાત્રીના આ મેળાને મિનિ કુંભ મેળા તરીકે યોજવાની કરેલી જાહેરાત અને ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરીને ગિરનાર ક્ષેત્રનો સર્વાંગી વિકાસ માટે કરેલી જાહેરાતના સંદર્ભમાં આજે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન અગ્ર સચિવ એમ કે દાસ તેમજ વન પ્રવાસન શહેરી વિકાસ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગના વરિષ્ઠ સચિવો અને પૂજ્ય ભારતી બાપુ શેરનાથ બાપુ સહીત જૂનાગઢ મહાપાલિકા મેયર કમિશનર અને કલેક્ટર તથા મેળા આયોજન સાથે સંકળાયેલા અગ્રણીઓ આ બેઠકમાં જાડાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



