વલસાડમાં પાણી પ્રશ્નોની સમીક્ષા કરતા આદિજાતિ રાજ્યમંત્રી પાટકર

0
6

લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે મુજબ કાર્ય કરવા અપીલ
વલસાડ, તા. ૧૧
વલસાડ જિલ્લામાં પાણીની તંગીને પહોંચી વળવા રાજ્યના આદિજાતિ અને વન વિભાગના રાજયક્ક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના ધારાસભ્યો, કલેક્ટર અને અમલીકરણ અધિકારીઅો સાથે બેઠક યોજી હતી. બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હેન્ડપંપોના પાણીના તળ નીચે ગયા હોય તો વધુ પાઇપ નાંખીને ચાલુ કરવા, પાણીના સ્ત્રોતોને ધ્યાને રાખી કોઇ પણ યોજનામાંથી બનેલા હેન્ડપંપોનું રીપેરિંગ કરવા, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ પાણી પુરવઠો પુરો પાડવા, બોર રીચાર્જ અંગે એકશન પ્લાન કરવા જણાવ્યું હતું.
વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, પાણીનો કોઇપણ પ્રશ્ન હોય તો જે તે વિસ્તારના અધિકારી/ કર્મચારીઅોનો સંપર્ક કરી જાણ કરવું, વહીવટી કામોની મંજૂરીની રાહ જાયા વગર પાણી પહોંચાડવાની કામગીરીની અગ્રીમતા આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યો સર્વે કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ અને અરવિંદભાઇ પટેલે પાણીના પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અલ્પેશ પટેલે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. જિલ્લામાં હાલ ૫૭ ગામોના ૧૨૩ ફળિયામાં ૪૩ ટેન્કરો દ્વારા ૨૪૦ ફેરા દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્નાં છે. ગેરરીતિ ન થાય તે હેતુસર તમામ ટેન્કરોમાં જીપીએસ સીસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થયે સતત મોનીટરિંગ કરવામાં આવશે. આ બેઠકમાં ધરમપુર પ્રાંત અધિકારી
આભાર – નિહારીકા રવિયા રવિન્દ્ર ખતાલે, વલસાડ પ્રાંત કે.જે.ભગોરા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY