મોરબી,તા.૧
સમાજનાં ઘડતરમાં અને બાળકોનાં વિકાસમાં શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. જા કે કેટલીક ઘટનાઓ શિક્ષકોની છબીને બગાડતી હોય છે. બાળકોને અહિંસાનાં પાઠ શીખવતા ક્્યારેક શિક્ષકો જ ડંડાનો સહારો લેતા હોય છે. મોરબીનાં ટંકારામાં પણ કંઇક આવો જ બનાવ બન્યો છે, જેમાં શાળામાં ફટાકડા ફોડવાની બાબતમાં શિક્ષકોએ બે વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ ઘટનામાં ૫ શિક્ષકો સામે ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત પ્રમાણે મોરબીનાં ટંકારાની લતીપર રોડ પર આવેલી ખાનગી સ્કૂલ લાઇફ લિંક વિદ્યાલયનો આ બનાવ છે. જેમાં બે વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ફટાકડા ફોડ્યા હતા જેના કારણે વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકાર્યા હતા. જય કગછરા અને ચિરાગ પારિયા નામનાં વિદ્યાર્થીઓને પટ્ટાથી માર માર્યો હતો. નજીવે બાબતે વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારવાને લઇને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
ઘાયલ બંને વિદ્યાર્થીઓને સારવાર અર્થે ટંકારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો દલિત વિદ્યાર્થી ચિરાગ પારિયાએ માર મારવા ઉપરાંત એટ્રોસિટી પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે શાળા સંચાલક સહિત ૫ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પટ્ટા વડે ફટકાર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





