ગેલાભાઈ ગોલતરે દિલ્હીમાં જુડો સ્પર્ધામાં ભાગ લીધો

કદમ અસ્થિર હોય જેના તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી ઉક્તિને સાર્થક કરતો કિસ્સો જોવા મળ્યો છે જેમાં હળવદના સામાન્ય એવા માલધારી પરિવારના યુવાને નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું અને મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરીને મોરબી જીલ્લા અને માલધારી પરિવારને ગૌરવ અપાવ્યું છે
હળવદની તક્ષશિલા વિધાલયમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા ગોલતર ગેલાભાઈ લખમણભાઈ નામના યુવાને તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની જુદો સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું જે સિદ્ધિ બદલ પ્રજાસત્તાક પર્વ નિમિતે જીલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે નેશનલ કક્ષાએ જુડો રમી મોરબી જિલ્લાને ગૌરવ અપાવતા જીલ્લા કલેકટરના હસ્તે વિશિષ્ટ સન્માન એનાયત કરવામાં આવ્યું છે
નડિયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ગોલતર ગેલાભાઈએ તક્ષશિલા વિધાલય અને ગોલતર પરિવાર સાથે હળવદ પંથકને ગૌરવ અપાવ્યું છે હળવદના નાના એવા મંગળપુર ગામના રહેવાસી ગેલાભાઈ ગોલતર સામાન્ય પરિવારમાંથી આવે છે જેના પિતા ઘેટા બકરા ચરાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તો માતા ચુલા પર રસોઈ બનાવીને ગૃહિણી જીવન જીવી રહ્યા છે કાચા મકાનમાં રહીને ઉછરેલા યુવાને સ્વપ્ન મોટા જોયા હોય અને તેને પૂર્ણ કરવા અથાગ પ્રયત્નો કર્યા હોય જેના ફળસ્વરૂપે આજે તેને નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈને પરિવારને ગૌરવ અપાવ્યું છે
ગોલતર ગેલા તક્ષશિલા વિધાલયમાં અભ્યાસ સાથે છેલ્લા ત્રણ વર્ષથી જુડોની પ્રેક્ટીસ કરે છે સાથે જ તનતોડ કસરત સાથે યોગ્ય માર્ગદર્શન મેળવીને સફળતા હાંસલ કરી છે શાળાના સ્પોર્ટ્સ ટીચર અને કોચ પુજાબેન ઓરાના માર્ગદર્શન હેઠળ ગોલતર ગેલાએ ગુજરાત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનીને નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો તેની આ સફળતાને પગલે શાળાના એમડી મહેશભાઈ પટેલ, સંચાલક રમેશભાઈ કૈલા, રોહિતભાઈ સીણોજીયા, શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકી, મુકેશભાઈ અઘારાએ તેને અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




