નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીએ ગરૂડેશ્વર તાલુકાની 126,પ્રાથમિક શિક્ષણાધિકારીએ ડેડીયાપાડા તાલુકાની 217 અને રાજપીપળા ડાયેટના પ્રચાર્યએ સાગબારા તાલુકાની 106 શાળાઓ દત્તક લીધી,આ તમામ શાળાઓના 40 હજારથી વધુ વિધાર્થીઓની દરેક એક્ટિવિટી પર ખાસ ધ્યાન અપાશે.
રાજપીપળા :છેલ્લા ઘણા વર્ષીથી ધો-10 અને 12 નું નર્મદા જિલ્લાનું પરિણામ ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા ખૂબ નબળું આવે છે.જોકે નર્મદા જિલ્લાની કથળી રહેલી શિક્ષણ ગુણવત્તાને સુધારવા વહીવટી તંત્ર સહિત સરકાર પણ ચિંતિત છે જ.પરંતુ ગુણોત્સવ,શાળા પ્રવેશોત્સવ,કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમ વખતો વખત થતા હોવા છતાં પરિણામ નબળું કેમ આવે છે એ એક ચિંતાનો વિષય છે.તો નર્મદા જિલ્લાનું શિક્ષણ સ્તર સુધારવા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નર્મદા જિલ્લાના શિક્ષણ ખાતાના 3 અધિકારીઓએ બીડુ ઝડપ્યું ે અને 3 તાલુકા દત્તક લીધા છે.
નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.એન.ડી.પટેલે ગરૂડેશ્વર તાલુકાની 126 શાળાઓ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆએ ડેડીયાપાડા તાલુકાની 217 શાળાઓ અને રાજપીપળા ડાયેટના પ્રાચાર્ય એમ.જી.શેખે સાગબારા તાલુકાની 106 શાળાઓ દત્તક લીધી છે.આ તમામ શાળાઓના ધો-1 થી 8 ના કુલ 43761 વિદ્યાર્થીઓને હાલની તારીખમાં 1835 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે.હવે પછી આ તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ કેવુ ભણાવ્યું અને વિદ્યાર્થીઓ એમની પાસેથી કેટલું શીખ્યા એ તમામ મામલે રજે રજની માહિતી પણ લેવામાં આવશે.
આ મામલે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆએ જણાવ્યું હતું કે જિલ્લાનું શિક્ષણસ્તર સુધારવાના અમારા પ્રયાસ છે.અમે અમારી કામગીરી ઉપરાંત દત્તક લીધેલી શાળાઓની કામગીરી પર વધુ ભાર મુકીશું.દત્તક લીધેલી શાળાઓમાં જે શાળાનું ગુણોત્સવમાં નબળું પરિણામ આવ્યું છે એનું વિશ્લેષણ કરીને એવી શાળાઓ પર વિશેષ ધ્યાન અપાશે.શાળાના વિદ્યાર્થીઓની જો શાળામાં પૂરતી હાજરી નહિ હોય તો એમના વાલીઓને બોલાવી કારણ પૂછાશે.નિયત સમયમા વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમ ભણાવાયો છે એ મુજબ વિદ્યાર્થીઓએ કેટલું આવડે છે એની પર પણ ભાર મુકાશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




