ભરવાડ સમાજના ધર્મગુરૂને કુંભમેળામાં ૧૦૦૮ મહામંડલેશ્વરનુ પદ આપવામાં આવ્યું

0
30

પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના શાહીસ્નાન બાદ ઝાઝાવડા દેવના ગાદીપતિની મહામંડલેશ્ર્વર પદની વરણી આદિ શંકરાચાર્ય દ્વારા શરૂ કરવામાં આવેલી મહામંડલેશ્વર પદ અને પ્રતિષ્ઠા વિધી ખૂબ મહત્વ ધરાવે છે સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર સમાજમાં કરી અને ધર્મમય ભાવના અને સંસ્કારોનું સિંચન કરે તેવાં સંતોને મહામંડલેશ્વર પદ આપવામાં આવે છે ત્યારે ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે આવેલી છે જેના ગાદીપતિ શ્રી ઘનશ્યામપુરીજી મહારાજને પવિત્ર પ્રયાગરાજ ખાતે મૌની અમાવસ્યાના મહાસ્નાન બાદ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમ સમયે હજારો ભરવાડ સમાજના ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં તો સાથે આગામી સમયમાં રાજકોટ ખાતે બાપુનું સન્માનનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલાં મહાકુંભમાં શ્રી પંચ દશનામ જુનાઅખાડા વારાણાસી દ્વારા મૌની અમાવસ્યાના પાવન દિવસે ભારત ભરમાથી ૮ સંતોને ૧૦૦૮ મહામંડલેશ્વરનુ પદ આપી સન્માનિત કર્યાં હતાં જેમા ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે આવેલી છે જેના ગાદીપતિ શ્રી ઘનશ્યામપુરીજી મહારાજને પવિત્ર પ્રયાગરાજ ખાતે મૌની અમાવસ્યાના મહાસ્નાન બાદ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી.આ પહેલાં પ્રથમ મહાનાન વખતે શ્રી પંચ દશનામ જુનાઅખાડાના મહંતશ્રી પ્રેમગીરીજી દ્વારા અને સમગ્ર દેશના અખાડા મહામંત્રી હરિગીરીજી દ્વારા ચાદર વિધિ કરીને પ્રમામણિત કરવામાં આવ્યા હતા. આ તકે સનાતન હિંદુ ધર્મના આદિ અનાદિ એવા ૧૩ જુના અખાડાના વરિષ્ઠ સંતો, મહંતો અને પદાઘિકારીઓ હાજર રહી વેદ અને રૂચાઓની સુરાવલીઓ વચ્ચે ફુલોના ઢગલાઓ કરી પદ અને પ્રતિષ્ઠા આપવામાં આવ્યા હતા.

પ્રયાગરાજ ખાતે યોજાયેલા શ્રી ઝાઝાવડા ગાદીપતિ ઘનશ્યામપુરીજી મહારાજનાં ૧૦૦૮ મહામંડલેશ્વર પદ અને પ્રતિષ્ઠા પ્રદાન કરતાં આ તકે ભરવાડ સમાજના આગેવાનો ભવાનભાઈ ભારાભાઈ ભરવાડ, ખોડાજી ઠાકોર પુર્વ ધારાસભ્ય, વિનુભાઈ ટોળીયા પૂર્વ એસપી,નવઘણભાઈ ઝાંપડા,વિક્રમભાઈ દોરાળા,કરશનપુરી,ભરતપુરી,રામભાઈ ઝાપડા,વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ધાર્મિક અને હર્ષભર્યા કાર્યક્રમમાં રાજકોટ, જામનગર, ગોંડલ, જુનાગઢ, અમદાવાદ સહિતના શહેરોના ભરવાડ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તો સાથે આગામી દિવસોમાં રાજકોટ ખાતે શ્રી ઘનશ્યામપુરીજી મહારાજને સન્માનિત કરવામાં આવશે.આ સમગ્ર ધાર્મિક વીધી અને ભોજન વગેરે કાયક્રમના દાતાશ્રી રાજુભાઇ ભવાનભાઇ ખોડા, (કોપોરેટર, એમએમસી, અમદાવાદ) પીપળજ વાળા તરફથી કરવામા આવેલ

મયુર રાવલ ,હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY