પુરવઠા વિભાગ ચીફ ઓફિસર ની સહી લાવવા જણાવે છે જયારે ચીફ ઓફિસર હું મામલતદાર સાથે વાત કરીશ એમ જણાવતા છેલ્લા એક મહિના થી ધક્કા ખાતી મહિલા ક્યાં જાય …?!
સરકાર એક તરફ સેવા સેતુ જેવા કાર્યક્રમો કરી સ્થળ પર નિકાલની વાતો કરે છે ત્યારે આ શું થઈ રહ્યું છે…?
રેશનકાર્ડ પરના કડક નિયમોનું પાલન કરતા અધિારીઓ નથી જાણતા કે અગાઉ બે નંબર માં કટકી કરી ઘણા અમીરોને પણ બીપીએલ કાર્ડ અપાયા છે ત્યારે એકલીજ રહેતી આ વિધવા ને કેમ ધક્કે ચઢાવાય છે…?
રાજપીપળા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગમાં ચાલતા લાગવગ કે કટકી ના વેપલાઓ વારંવાર સામે આવ્યા છે ત્યારે હાલ રાજપીપળા ની એક વિધા મહિલાને એક મહિનાથી ધક્કે ચઢવવાનો કિસ્સો બહાર આવ્યો છે.
રાજપીપળા દરબાર રોડ ,પારેખ ખડકીમાં રહેતા ભાનુબેન પરીખ પોતે વિધવા છે અને એકલાજ હોય તેમના રેશનકાર્ડમાં પણ એમનું એકજ નામ છે પરંતુ આ વિધવા બેનને કાર્ડ પર અનાજ મળતું ન હોય એ માટે નવા નિયમ મુજબ અનાજ મેળવવા એફીડેવીડ સહિતની તમામ પ્રક્રિયા ફળિયાના લોકની મદદ થી કરી પુરવઠા સાખમાં ગયા ત્યાં જનસેવા કે્ર પર ફી ભરી ફોટો પણ પડાવ્યો ત્યારબાદ કસબા તલાટી બેને ફોર્મ પર પાલિકા ચીફ ઓફિસર અને સદસ્ય ના સહી સિક્કા મરાવવા જણાવ્યું માટે ચીફ ઓફિસર પાસે ગયા પરંતુ તેમને પેહલા એમ જણાવ્યું કે મામલતદાર માંથી આવા ફોર્મ રોજ આવે છે પણ આ કામગીરી મારી નથી હું આ માટે મલતદાર સાથે વાત કરીશ ત્યારબાદ નવા નિયમ મુજબ બનતી કમિટી માં ચીફ ઓફિસર સહીત અન્ય અધિકારીઓની સંમતિ આ ફોર્મ માં જરૂરી હોવાની વાત જાણ્યા બાદ ચીફ ઓફિસરે કું કે મામલતદાર સાથે વાત કરીશ કે એક એક ફોર્મ માટે લોકો ધક્કા ખાય એના કરતા દર મહિને અમુક ફોર્મ ભેગા થયા બાદ કમિટીની મિટિંગ માં એક સાથે જરૂરી અધિકારીઓની સહી કરાવે જોકે ચીફ ઓફિસરની આ વાત યોગ્ય છે પરંતુ હાલતો ભાનુબેન પરીખ કાર્ડ પર અનાજ મેળવવા હજુ ધક્કા ખાઈ રહ્યા છે કેમકે એમનું ફોર્મ મામલતદાર કે પાલિકામાં હજુ લીધું નથી ફક્ત અહીંયા થી ત્યાં અને ત્યાંથી ત્યાં આમ આંટા મરાવતા અધિકારીઓએ આ બેનનું ફોર્મ હજુ સ્વીકર્યુજ નથી ત્યારે મિટિંગ માં સહી કેવી રીતે થશે …? શું ઓનલાઇન સિસ્ટમ આવી નિરાધાર વિધવા મહિલાઓને ધક્કે ચઢવવા સરકારે લાગુ કરી છે…? કેમ મામલતદાર કે પુરવઠા કચેરીમાં આવા લાભાર્થીઓના ફોર્મ લઈ જે તે અધિકારીઓની સહી નથી કરાવવામાં આવતી…? એક તરફ સરકાર સેવા સેતુ જેવા કાર્યક્રમો કરે છે જયારે બીજી તરફ આમ ધક્કે ચઢાવે છે ત્યારે આમતો બેનંબર માં ભલભલા કામો પુરા થઈ જાય છે અને અગાઉ ઘણા અમીરોને પણ બીપીએલ કાર્ડ આપી રોકડી કરાઈ ની વાત જાણવા મળી હતી ત્યારે તેની તપાસ કરવાના બદલે ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિયમ બતાવતા અધિકારીઓ સાચા લોકોને ધક્કે ચઢાવી રહ્યા હોય જિલ્લા કલેક્ટર રસ લઈ આવા લોકોની મદદ કરે તેવી માંગ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



