છોકરા પરણાવવાની આધેડ ઉંમરના હવસખોર વ્યક્તિએ હમ ઉંમરની મહિલા પર બળાત્કાર કર્યાની ઘટના સામે આવતા ફિટકાર
વાડામાં કામ કરતી 45 વર્ષની મહિલા પર 43 વર્ષના વ્યક્તિએ એકલતાનો લાભ લઈ ચપ્પુ બતાવી બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ
રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના ચિચડીયા ગામમાં આધેડ વયની મહિલા પર ગામનાજ વ્યક્તિએ બળાત્કાર કરતા ચકચાર મચી જવા પામી છે .
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના ચિચડીયા ગામમાં રહેતી 45 વર્ષની આદિવાસી મહિલા પોતાના ઘરની પાછળ આવેલ વાડામાં ઢોરોને ખવડાવવા માટે વાવણી કરેલ મકાઈ કાપતી હતી તે વખતે ગામના ગોપાલ બચુ ભીલ ઉ.વર્ષ.43) એ મહિલાની એકલતાનો લાભ લઈ વાડામાં આવી ચપ્પુ બતાવી ધાક ધમકી આપી હાથ પકડી નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ મહિલાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી નાશી જતા આ બાબતે ભોગ બનનાર મહિલાએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર નો ગુનો નોંધી હવસખોર ગોપાલ ભીલને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા તપાસ ગરુડેશ્વર પીએસઆઇ એમ બી વસાવા કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





