હળવદમાં ગાયે ભેટી મારતા ઘવાયેલ વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

0
28

હળવદમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ બેફામ હદે વધી ગયો છે છતાં પણ આજ દીનસુધી તંત્ર દ્વારા કોઈ નકર પગલા નથી લેવાયા તંત્ર આ સમસ્યા સામે આંખ આડા કાન કરે છે ત્યારે રસ્તે રખડતા ઢોર નિર્દોષ નાગરિકોને હડફેટે લેતા હોય છે મેઈન રોડ પર વેપારીઓ દ્વારા ડીવાઈડર પર ખાવા નુ નાખતા રોડ પર પશુ મેળાવડો જામે છે જેમાં થોડા દિવસો પૂર્વે જ ગાયની ઢીંકથી ઈજાગ્રસ્ત વૃધ્ધાનું સારવારમાં મોત થયું છે

હળવદના જૂની રેલ્વે કોલોની વિસ્તારના રહેવાસી શાંતાબેન વિરજીભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) નામની વૃધ્ધા ગત તા. ૨૪ ના રોજ ચાલીને જતા હોય ત્યારે ગાયએ ભેટું મારતા તેને ઈજા પહોંચી હતી અને વૃદ્ધાને સારવાર માટે સુરેન્દ્રનગર ત્યાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY