વડોદરા લગ્ન માંથી રાજપીપળા પરત ફરતા થયેલા અકસ્માતમાં ગાયત્રી મંદિરના મહારાજનું મોત

0
161

સાઠોદ પાસેના વૃદ્ધાશ્રમ પાસે સામેથી આવતી એક ગાડીની લાઈટ માં ચાલાકની આંખ અંજાઈ જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ  

રાજપીપળા દરબાર રોડ સ્તિત ગાયત્રી મંદિર અને નવાપરા સાઈ મંદિરના પુંજારી શનિવારે વડોદરા ખાતે લગ્ન માંથી પરત ફરતા ડભોઈ પોલીસની હદમાં અકસ્માત નડ્યો જેમાં દરબાર રોડ ગાયત્રી મંદિરના પુંજારીનું મોત નીપજ્યું 

રાજપીપળા : રાજપીપળા શહેરના બે મંદિરોમાં પુંજા પાઠ કરતા પુંજારીઓ સહીત અન્ય લોકો શનિવારે વડોદરા લગ્નમાંથી પરત ફરતા અકસ્માત થયો જેમાં એકનું મોત થયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નવાપરા સ્તિથ સાઈ મંદિર માં પુંજા પાઠ કરતા હાર્દિક રોહિતભાઈ જોશી અને દરબાર રોડ સ્તિત ગાયત્રી મંદિરના પુંજારી કનૈયાલાલ નાથાલાલ ઉપાદ્યાય શનિવારે વડોદરા એક લગ્નમાં ગયા બાદ મોડી રાત્રે પરત રાજપીપળા પોતાની ગાડી નં.જીજે 22 એચ 3572 લઈ પરત ફરતા હતા ત્યારે માર્ગમાં સામેથી આવતી એક ગાડીની લાઈટ ચાલાક હાર્દિક જોશીની આંખ પર પડતા વધુ લાઈટના કારણે તેની આંખ અંજાઈ જતા તેણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો જેથી તેની ગાડી સીધી રોડની બાજુના એક ઝાડ સાથે અથડાઈ હતી જેમાં કનૈયાલાલને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું જયારે ચાલાક હાર્દિક જોશીને પણ આ અકસ્માતમાં ઈજાઓ થતા ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયો હતા જોકે ગાડીમાં અન્ય લોકો પણ પાછળ બેઠા હતા સદનસીબે એમનો બચાવ થયો હતો ત્યારે આ વાતની રવિવારે સવારે રાજપીપળામાં જાણ થતા ભારે શોક જોવા મળ્યો હતો પી.એમ બાદ રવિવારે બપોરે કનૈયાલાલના મૃતદેહને રાજપીપળા ખાતે લવાતા ગાયત્રી મંદિર ખાતે સ્નેહીજનો અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.ડભોઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY