બ્રાહ્મણી ડેમમાં ગરક વૃદ્ધનો બીજા દિવસે કોઈ પત્તો ના લાગતા સ્થાનિકોમાં રોષ

0
10

સાંજ સુધીમાં મૃતદેહ ના શોધાય તો રોડ ચક્કાજામની ચીમકી

હળવદના બ્રાહ્મણી ડેમમાં ગઈકાલે બપોરના સુમારે એક વૃદ્ધે ઝંપલાવ્યા બાદ ત એની શોધખોળ ચલાવાઈ હતી જોકે વૃદ્ધનો બીજા દિવસે કોઈ પત્તો લાગ્યો નથી અને તંત્ર દ્વારા મૃતદેહ શોધવા પૂરતા પ્રયાસો કરવામાં ના આવતા હોવાના આક્ષેપ કરીને સ્થાનિકોએ રોડ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે
હળવદ તાલુકાના બ્રાહ્મણી નદી પર આવેલ સુંદરગઢ ગામ પાસેના પુલ નજીક ગઈકાલે તા. ૧૨ ના રોજ બપોરના સુમારે ચરાડવા ગામના રહેવાસી જેરામભાઈ રવજીભાઈ ચૌહાણે ઝંપલાવ્યું હતું અને સ્થાનિકોને જાણ થતા શોધખોળ કરવામાં આવી હતી જોકે વૃદ્ધનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી
જેને પગલે જીલ્લા અધિક કલેકટર કેતન જોષી દ્વારા એનડીઆરએફ ટીમ ગાંધીનગરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે નગરપાલિકા ટીમ દ્વારા જેરામભાઈ ચૌહાણની શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ પાણીની સપાટી ઊંડી હોવાથી મૃતદેહ મળવો મુશ્કેલ છે અને એનડીઆરએફ ટીમની જરૂરિયાત હોય જેથી તાકીદે ટીમ મોકલવા જણાવ્યું છે
જોકે ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ચુક્યો છે અને અધિક કલેકટર દ્વારા એનડીઆરએફ ટીમને જાણ કરવા છતાં ટીમ પહોંચી નથી જેથી દલવાડી સમાજ સ્થળ પર એકત્ર થયો છે અને રોષ ફાટી નીકળ્યો છે સાંજ સુધીમાં વૃદ્ધની શોધખોળ નહિ કરવામાં આવે તો સાંજે રોડ ચક્કાજામ કરવાની ચીમકી પણ સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY