મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં જેલમાં બંધ હળવદ ધાગ્રાધાં ના ધારાસભ્ય દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને કોર્ટે વચગાળાની જામીન અરજી ગાહ્ય રાખી વચગાળાના જામીન મંજુર કર્યા છે
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ કોભાંડ યોજનામાં નિવૃત મદદનીશ ઈજનેર તેમજ મંડળી આગેવાનો ઉપરાંત હળવદ ધાગ્રધીના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને તેના મળતિયા વકીલ સહીત છ આરોપીની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યા છે તો અગાઉ ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી હતી તો જરૂરી મીટીંગો માટે વચગાળાના જામીન મળ્યા હતા જે પૂર્ણ થયા બાદ ફરીથી જેલહવાલે કર્યા હતા
જયારે હવે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરુ થવાનું હોય જેમાં ધારાસભ્ય તરીકે તેમને હાજરી આપવી જરૂરી હોય તેવી અરજી કોર્ટમાં કરવામાં આવી હતી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે ધારાસભ્ય પરષોતમ સાબરીયાની વચગાળાની અરજી માન્ય રાખી તા. ૨૩ સુધીના વચગાળાના જામીન મંજુર કર્યા છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





